Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બોઇંગને સંભવિત તિરાડોને કારણે સેંકડો 737 મૅક્સ જેટનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ- ભારતમાં આવાં ૫૬ વિમાનો સક્રિય

બોઇંગને સંભવિત તિરાડોને કારણે સેંકડો 737 મૅક્સ જેટનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ- ભારતમાં આવાં ૫૬ વિમાનો સક્રિય

Published : 09 August, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં ૫૬ બોઇંગ ૭૩૭ મૅક્સ વિમાન કાર્યરત છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના ફેડરલ એવિયેશન ઍડ્‌મિનિસ્ટ્રેશન (FAA)એ બોઇંગ 737 મૅક્સ જેટ ચલાવતી ઍરલાઇન્સને વિમાનની માળખાકીય મજબૂતાઈને નુકસાન પહોંચાડી શકે એવી સંભવિત તિરાડો માટે નિરીક્ષણ કરવાની સૂચના આપી છે. ગયા વર્ષે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં ૫૬ બોઇંગ ૭૩૭ મૅક્સ વિમાન કાર્યરત છે. 
બોઇંગને ટાંકીને આપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યામાં એક ઘટકનો સમાવેશ થાય છે જે લગભગ 737 પ્લૅનના આગળના દરવાજાની ફ્રેમને માળખાકીય મજબૂતી પૂરી પાડે છે. ઍરવર્ધીનેસ નિર્દેશમાં ઑપરેટરોએ સંભવિત ખામીઓ માટે ફ્યુઅલેજ પૅનલિંગનું નિરીક્ષણ કરવાની જરૂર છે. આ નિર્દેશ ૧૦ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. નિરીક્ષણો નવી પેઢીના મૅક્સ ઍરક્રાફ્ટના ઇન-સર્વિસ વર્ઝન પર લાગુ થશે, જેમાં 737 મૅક્સ 8, મૅક્સ 9 અને 8200 વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે.
ભારત ૫૬ જેટલાં બોઇંગ 737 મૅક્સ વિમાનોનું સંચાલન કરે છે. સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તાજેતરમાં એમના દ્વારા કોઈ એન્જિન નિષ્ફળતાની જાણ કરવામાં આવી નથી. ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પચીસ બોઇંગ 737 મૅક્સ વિમાનોનું સંચાલન કરે છે. ત્યાર બાદ અકાસા ઍર ૨૪ અને સ્પાઇસજેટ આવાં ૭ જેટનું સંચાલન કરે છે. અકાસા ઍર અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે એમના કાફલાઓ આ નિર્દેશથી પ્રભાવિત નથી.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK