Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મેહુલ ચોકસીને ભારત લાવવા CBI, ED સજ્જ, બેલ્જિયમ જશે 6 અધિકારીઓ

મેહુલ ચોકસીને ભારત લાવવા CBI, ED સજ્જ, બેલ્જિયમ જશે 6 અધિકારીઓ

Published : 15 April, 2025 09:11 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સીબીઆઈ અને ઈડીના અધિકારી ટૂંક સમયમાં જ બેલ્જિયમ જશે. મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતે તેના પ્રત્યાર્પણના પ્રયત્નો ગતિમાન કરી દીધા છે. ભારતના આગ્રહ પર જ તેની બેલ્જિયમમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

મેહુલ ચોકસી  (ફાઈલ તસવીર)

મેહુલ ચોકસી (ફાઈલ તસવીર)


સીબીઆઈ અને ઈડીના અધિકારી ટૂંક સમયમાં જ બેલ્જિયમ જશે. મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતે તેના પ્રત્યાર્પણના પ્રયત્નો ગતિમાન કરી દીધા છે. ભારતના આગ્રહ પર જ તેની બેલ્જિયમમાં ધરપકડ કરી લેવામાં આવી છે.


બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. સીબીઆઈ અને ઈડીના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.



પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે.


સોમવારે જ ચૌરસિયાના વકીલે કહ્યું હતું કે તેઓ બેલ્જિયમમાં તેમની ધરપકડ સામે અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૌરસિયા બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેને તબીબી આધાર પર જામીન મળવા જોઈએ. તેમણે કહ્યું કે આરોપી કેન્સરથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે. "અમે બેલ્જિયમમાં તેમની ધરપકડ સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ. તેમની જામીન પર મુક્તિ માટેની અમારી અપીલ મુખ્યત્વે આ આધાર પર હશે કે તેમની તબીબી સ્થિતિ સ્થિર નથી અને તેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા છે," તેમણે કહ્યું.

તેમણે વધુમાં કહ્યું, "અમે એવી પણ દલીલ કરીશું કે હીરાના વેપારીના ભાગી જવાનું કોઈ જોખમ નથી." તેમણે કહ્યું કે કેસની સુનાવણી પાંચ દિવસ પછી જ થઈ શકે છે, ત્યારબાદ તેઓ જામીન માટે અપીલ દાખલ કરશે. ચોક્સી 2018 માં ભારત છોડ્યા પછી એન્ટિગુઆમાં રહેતો હતો અને તેણે ભારતીય નાગરિકતા જાળવી રાખીને કેરેબિયન દેશની નાગરિકતા લીધી હોવાનું કહેવાય છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમની સામેની ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ "પાછી ખેંચી" લેવામાં આવી હતી અને ત્યારથી ભારતીય એજન્સીઓ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે લાંબા સમયથી પ્રત્યાર્પણ સંધિ છે.

ઉલ્લેખનીય છે કે બેલ્જિયમની પોલીસે ૨૩ મે ૨૦૧૮ તેમ જ ૧૫ જૂન ૨૦૨૧ના રોજ મુંબઈ કોર્ટ દ્વારા જે વોરંટ જારી કરવામાં આવ્યું હતું તેના આધાર પર મેહુલ ચોક્સીની ધરપકડ (Mehul Choksi Arrested) કરી લીધી છે. અહેવાલો સૂચવે છે કે તે પોતાની પત્ની પ્રીતિ ચોક્સી સાથે ત્યાં રહી રહ્યો હતો. એન્ટવર્પ જે બેલ્જિયમમાવેલું છે. તેની પાસે એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા છે. તે સારવાર માટે આઇલેન્ડની બહાર ગયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2025 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK