અમેરિકન ટેક્નૉલૉજી કંપની ઍપલે કાનૂની પડકારની તૈયારી કરી હતી એના પગલે પણ આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સંચાર સાથી સાઇબર સુરક્ષા ઍપ
દેશમાં વેચાતા સ્માર્ટફોનમાં સંચાર સાથી સાઇબર સુરક્ષા ઍપના પ્રી-ઇન્સ્ટૉલેશનને ફરજિયાત બનાવવાના આદેશને કેન્દ્ર સરકારે ગઈ કાલે પાછો ખેંચ્યો હતો. પ્રી-ઇન્સ્ટૉલેશન નિર્દેશ ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે એવી ચિંતાઓ પર વિપક્ષી નેતાઓ અને લોકોના બે દિવસના વિરોધ બાદ સરકારે આ રોલબૅક કર્યું હતું. અમેરિકન ટેક્નૉલૉજી કંપની ઍપલે કાનૂની પડકારની તૈયારી કરી હતી એના પગલે પણ આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ મુદ્દે સરકારે જણાવ્યું હતું કે ‘ઍપ ડાઉનલોડ કરનારા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. ૨૪ કલાકમાં છ લાખથી વધુ અને કુલ ૧.૪ કરોડ યુઝર્સ આ ઍપ વાપરી રહ્યા છે. પ્રી-ઇન્સ્ટૉલ કરવાનો આદેશ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે હતો.’
ADVERTISEMENT
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈ કાલે સંસદમાં પુનરાવર્તન કર્યું હતું કે ‘સરકારે બધા નાગરિકોને સાઇબર સુરક્ષાનો ઍક્સેસ આપવાના ઉદ્દેશથી સંચાર સાથી ઍપ્લિકેશનનું પ્રી-ઇન્સ્ટૉલેશન ફરજિયાત કર્યું હતું. યુઝર્સને સુરક્ષિત રાખવા સિવાય એનું બીજું કોઈ કાર્ય નથી. તેઓ ઍપ્લિકેશનને દૂર પણ કરી શકે છે. આ ઍપથી જાસૂસી શક્ય નથી. એને અન્ય કોઈ પણ ઍપની જેમ ડિલીટ કરી શકાય છે. આ ઍપની સફળતા જાહેર ભાગીદારી પર આધારિત છે, પરંતુ હવે જનતાના પ્રતિસાદના આધારે અમે ક્રમમાં ફેરફાર લાવવા માટે તૈયાર છીએ.’


