Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓડિશાના ચંડીખોલમાં બનશે દેશનું સૌથી મોટું પેટ્રોલિયમ રિઝર્વ, ૮૫૭૧ કરોડ રૂપિયાનો થશે ખર્ચ

ઓડિશાના ચંડીખોલમાં બનશે દેશનું સૌથી મોટું પેટ્રોલિયમ રિઝર્વ, ૮૫૭૧ કરોડ રૂપિયાનો થશે ખર્ચ

Published : 14 November, 2026 10:52 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) જેવા દેશો પણ ભવિષ્યની સપ્લાય જાળવી રાખવા અન્ય દેશોમાં પોતાનું ક્રૂડ ઑઇલ સ્ટોર કરવાના વિકલ્પો શોધી રહ્યા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઈરાન યુદ્ધના શરૂઆતના તબક્કામાં વિશ્વમાં ક્રૂડ ઑઇલની સપ્લાય ઘટી ગઈ હતી, જેના કારણે ભારતને મોંઘા ભાવે ઑઇલ ખરીદવું પડ્યું હતું. ભારત વિશ્વમાં ક્રૂડ ઑઇલનો ત્રીજો સૌથી મોટો વપરાશકાર છે અને પોતાની જરૂરિયાતનું ૯૦ ટકા ક્રૂડ ઑઇલ આયાત કરે છે. ભવિષ્યમાં આવી કટોકટી ટાળવા સરકારે ઓડિશાના ચંડીખોલમાં દેશનું સૌથી મોટું સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવવાની તૈયારી શરૂ કરી છે.

આ પ્રોજેક્ટમાં ૪૦ લાખ ટન ક્રૂડ ઑઇલ સંગ્રહિત કરી શકાશે. અંદાજે ૮૫૭૧ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ રિઝર્વ માટે સરકાર પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ શોધી રહી છે, જેમાં ૫૧૪૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આ નવી સુવિધાથી દેશની હાલની પેટ્રોલિયમ સ્ટોરેજ કૅપેસિટીમાં ૮૦ ટકાનો વધારો થશે.



અત્યારે દેશની કુલ કૅપેસિટી ૫૦.૩ લાખ ટન છે જે વિશાખાપટનમ, મૅન્ગલોર અને પાદુરમાં આવેલી છે. ઇન્ડિયન સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) આ રિઝર્વનું સંચાલન કરે છે. આ ઉપરાંત સરકારે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC)ને પણ મૅન્ગલોરમાં ૧૭.૫ લાખ ટન કૅપેસિટી વધારવા સૂચના આપી હતી. સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) જેવા દેશો પણ ભવિષ્યની સપ્લાય જાળવી રાખવા અન્ય દેશોમાં પોતાનું ક્રૂડ ઑઇલ સ્ટોર કરવાના વિકલ્પો શોધી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 10:52 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK