શિમલામાં આવેલા રામકૃષ્ણ મિશન આશ્રમમાં શનિવારે રાત્રે જોરદાર હંગામો થયો હતો. સાંજે પાંચ વાગ્યે પચાસેક લોકો ભક્ત હોવાનો આડંબર કરીને આશ્રમમાં ઘૂસી ગયા હતા.
શિમલામાં આવેલા રામકૃષ્ણ મિશન આશ્રમમાં પથ્થરમારો અને તોડફોડ થયાં.
શિમલામાં આવેલા રામકૃષ્ણ મિશન આશ્રમમાં શનિવારે રાત્રે જોરદાર હંગામો થયો હતો. સાંજે પાંચ વાગ્યે પચાસેક લોકો ભક્ત હોવાનો આડંબર કરીને આશ્રમમાં ઘૂસી ગયા હતા. આશ્રમના સ્વામી રૂપાનંદનું પ્રવચન પૂરું થયા બાદ તેઓ બહાર જવાને બદલે આશ્રમમાં જ કળશ સ્થાપવા લાગ્યા હતા. આશ્રમના સ્વામીનું કહેવું છે કે આ લોકોના ગ્રુપમાં આશ્રમનો જૂનો કર્મચારી પણ હતો અને એ લોકો આશ્રમ પર કબજો જમાવવા આવ્યા હતા. પોલીસના સમજાવ્યા બાદ પણ આ લોકો નારાબાજી કરતા રહ્યા અને બહાર જવાનું નામ ન લેતાં આશ્રમની તરફેણમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર થઈ ગયા હતા. મધરાત બાદ એક વાગ્યે બન્ને પક્ષ વચ્ચે માથાકૂટ થયા બાદ પથ્થરમારો અને તોડફોડ થયાં હતાં. જોકે ત્યાર બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં ૭ જણ ઘાયલ થયા હતા.