Crime News: ચોરીમાં પકડાયા બાદ અભિનવ સક્સેનાને કેનેરા બૅન્ક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અભિનવ સક્સેના 2020 થી 2024 સુધી વૃંદાવન શાખામાં પોસ્ટેડ હતો. આ પછી તેને લોન વિભાગ મથુરા ટ્રાન્સફર કરવામાં આવ્યો. અભિનવ સક્સેના મૂળ રામપુરનો રહેવાસી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૃંદાવનમાં આવેલું ઠાકુર બાંકે બિહારી મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાન બાંકે બિહારીના દર્શન કરવા અને પૂરા દિલથી પ્રસાદ ચઢાવવા પહોંચે છે. બાંકે બિહારી મંદિરમાં આવતા દાનના પૈસાની ગણતરી કરવામાં આવે છે. આ પૈસા ગણવા આવેલો એક બૅન્ક કર્મચારીમાં ભ્રષ્ટાચાર થયો અને તેણે લખો રૂપિયા ચોરી લીધા હોવાનું સામે આવ્યું છે. તેની આખી હરકત સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ અને તે ઝડપાઈ ગયો. બૅન્ક કર્મચારી પાસેથી 9.50 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. મંદિરના મેનેજરે બૅન્ક કર્મચારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બૅન્ક કર્મચારી અભિનવ સક્સેનાએ કહ્યું કે પૈસા જોયા પછી તેનો ઇરાદો ખરાબ થઈ ગયો. જેના કારણે તેણે ચોરી કરી હતી.
કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારીની દેખરેખ હેઠળ બૅન્ક કર્મચારીઓ દ્વારા દર મહિને શ્રી બાંકે બિહારી મંદિરની દાન પેટી ખોલવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસથી 16 દાન પેટીઓ ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે. શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે, કંટ્રોલ રૂમમાં હાજર સ્ટાફને શંકા ગઈ કે કોઈ બૅન્ક કર્મચારી તેના કપડાંમાં કંઈક છુપાવી રહ્યો છે. મેનેજમેન્ટને તાત્કાલિક આ અંગે જાણ કરવામાં આવી. જેના પર મંદિરના મેનેજર મુનીશ શર્માએ સીસીટીવી ચેક કર્યું, જેમાં પૈસા ગણી રહેલા અભિનવ સક્સેનાનો ફોટો સામે આવ્યો. આ પછી, બૅન્ક કર્મચારી અભિનવની શોધખોળ કરવામાં આવી. શોધખોળ દરમિયાન તેની પાસેથી ૧.૨૮ લાખ રૂપિયા મળી આવ્યા.
ADVERTISEMENT
જ્યારે પોલીસે અભિનવ સક્સેનાની કડક પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા. તેણે કહ્યું કે તે બીજા દિવસોમાં પણ પૈસા ચોરીને ઘરે લઈ ગયો હતો. અભિનવ સક્સેનાએ પોલીસને જણાવ્યું કે તેણે ચોરાયેલા પૈસા ડેમ્પિયર નગર શાખામાં તેની બેગમાં રાખ્યા હતા. આ પછી પોલીસ તેને મથુરાના ડેમ્પિયર નગર સ્થિત શાખામાં લઈ ગઈ. જ્યાં તેની બેગમાંથી ૮.૨૧ લાખ રૂપિયાથી વધુ રકમ મળી આવી હતી.
ચોરીમાં પકડાયા બાદ અભિનવ સક્સેનાને કેનેરા બૅન્ક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અભિનવ સક્સેના 2020 થી 2024 સુધી વૃંદાવન શાખામાં પોસ્ટેડ હતો. આ પછી તેને લોન વિભાગ મથુરા ટ્રાન્સફર કરવામાં આવ્યો. અભિનવ સક્સેના મૂળ રામપુરનો રહેવાસી છે. હાલમાં તે મથુરાના અશોક સિટી કૉલનીમાં રહે છે. તેણે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા આ સાથે તેની પત્ની CA છે.
થાણેમાં ભિવંડીના પૂર્ણામાં આવેલા ગોડાઉનની દીવાલમાં બાકોરું પાડીને ચોર ૨૧.૭૦ લાખ રૂપિયાનાં કૉસ્મેટિક્સ ગયા અઠવાડિયે ચોરી ગયા હતા. આ બાબતે ફરિયાદ થતાં પોલીસે બુધવારે ચોરીનો કેસ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. પોલીસે કહ્યું હતું કે આ સંદર્ભે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ખબરી નેટવર્કમાં પણ આ માહિતી મૂકીને ચોરીનો કૉસ્મેટિક્સનો માલ ક્યાં વેચવા આવે છે એના પર નજર રાખવામાં આવી રહી છે.

