BJPએ આખરે દિલ્હીની ચૂંટણીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું : મુખ્ય પ્રધાન આતિશીની બેઠક પર પણ જામશે રસપ્રદ ત્રિપાંખિયો જંગ
પરવેશ વર્મા, અરવિંદ કેજરીવાલ
દિલ્હી વિધાનસભાની આગામી મહિને યોજાનારી ચૂંટણી માટે આખરે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે ૨૯ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણી માટે પોતાના તમામ ૭૦ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે અને કૉન્ગ્રેસે પણ કેટલાક ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
BJPએ ગઈ કાલે જે બેઠકો માટેના ઉમેદવારો જાહેર કર્યા એમાં સૌથી મહત્ત્વની બેઠક છે ન્યુ દિલ્હીની, જ્યાંથી દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને AAPના ચીફ અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે. કેજરીવાલ સામે BJPએ દિલ્હીના મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્માના પુત્ર અને ભૂતપૂર્વ સંસદસભ્ય પરવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે.
ADVERTISEMENT
દિલ્હીનાં ચીફ મિનિસ્ટર આતિશી સામે BJPએ ભૂતપૂર્વ સંસદસભ્ય રમેશ બિધુરીને મેદાનમાં ઉતાર્યા છે. કાલકાજી બેઠક માટેના આ જંગમાં કૉન્ગ્રેસનાં અલકા લાંબા પણ છે. અલકા લાંબા મૂળ કૉન્ગ્રેસી છે, પણ વચ્ચે AAPમાંથી ચૂંટણી લડીને વિધાનસભ્ય બન્યા પછી પાછાં કૉન્ગ્રેસમાં જતાં રહ્યાં છે.