તિહાડ જેલ ૪૦૦ એકરમાં ફેલાયેલી છે અને એમાં કુલ નવ કેન્દ્રીય જેલોનો સમાવેશ છે. એ ભારતની સૌથી મોટી અને હાઈ સુરક્ષા ધરાવતી જેલ છે અને દિલ્હીમાં આવેલી છે
તિહાડ જેલ
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ મંગળવારે તિહાડ જેલને દિલ્હીની બહાર ખસેડવા માટેની યોજનાની જાહેરાત કરી હતી અને આ માટે સર્વે કરવા ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ જેલ રહેણાક વિસ્તારની નજીક હોવાથી સલામતીની ચિંતાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.
તિહાડ જેલ ૪૦૦ એકરમાં ફેલાયેલી છે અને એમાં કુલ નવ કેન્દ્રીય જેલોનો સમાવેશ છે. એ ભારતની સૌથી મોટી અને હાઈ સુરક્ષા ધરાવતી જેલ છે અને દિલ્હીમાં આવેલી છે. તિહાડ જેલમાં શરૂમાં ૧૨૭૩ કેદીઓને રાખવાની ક્ષમતા હતી, પણ એ વધારીને ૫૦૦૦થી ૬૦૦૦ કરવામાં આવી છે. જોકે અહીં ૧૩,૦૦૦થી વધારે કેદીઓને રાખવામાં આવે છે. તિહાડ જેલમાં ગુંડાઓ, રાજકારણીઓ, VIP કેદીઓને રાખવામાં આવે છે.
ADVERTISEMENT
1958
આ વર્ષમાં તિહાડ જેલની સ્થાપના
400
આટલા એકર વિસ્તારમાં છે તિહાડ જેલ
1273
જેલમાં આટલા કેદીઓને રાખવાની પ્રારંભિક ક્ષમતા હતી
13,000+
તિહાડ જેલમાં હાલમાં આટલા કેદીઓ છે

