પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે તેના પતિ નિક જોનસને બૉલીવુડની ગૉસિપમાં ખૂબ રસ છે. પ્રિયંકાએ જોનસ બ્રધર્સના પૉડકાસ્ટમાં નિકની આ આદત વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘નિક હવે મારા માટે બૉલીવુડના સમાચારોનો સૌથી વિશ્વસનીય સોર્સ બની ગયો છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ
બૉલીવુડ અને હૉલીવુડ બન્ને જગ્યાએ પોતાનું ખાસ સ્થાન બનાવનાર પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે તેના પતિ નિક જોનસને બૉલીવુડની ગૉસિપમાં ખૂબ રસ છે. પ્રિયંકાએ જોનસ બ્રધર્સના પૉડકાસ્ટમાં નિકની આ આદત વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘નિક હવે મારા માટે બૉલીવુડના સમાચારોનો સૌથી વિશ્વસનીય સોર્સ બની ગયો છે. બૉલીવુડમાં કોના જીવનમાં શું ચાલી રહ્યું છે એની માહિતી ઘણી વખત નિકને મારા કરતાં પણ વધુ હોય છે. ઘણી વખત હું કોઈ સેલિબ્રિટીને મેસેજ કરીને લખું છું કે તમારા પાર્ટનરને મારો પ્રેમ આપજો ત્યારે નિક તરત જ મને રોકીને કહે છે, ‘ના, એ બન્નેનું તો બ્રેકઅપ થઈ ગયું છે.’ આવું ઘણી વખત થાય છે અને મને નિક પાસેથી જ સાચી હકીકતની ખબર પડે છે.’
નિક અને તેના ભાઈઓ કેવિન અને જો જોનસ ગીત-સંગીતની દુનિયામાં છે અને તેમનું જોનસ બ્રધર્સ નામનું પૉપ-રૉક બૅન્ડ છે.
ADVERTISEMENT
પ્રિયંકાના આ ખુલાસા પછી નિકના ભાઈ કેવિન જોનસે તેને પૂછ્યું કે તેને આ બધી માહિતી કેવી રીતે મળે છે ત્યારે નિકે હસતાં હસતાં કહ્યું કે તે ચૂપચાપ કેટલાંક બૉલીવુડ ગૉસિપ-પેજને સોશ્યલ મીડિયા પર ફૉલો કરે છે. જોકે નિકે એના વિશે વધારે માહિતી આપવાની ના પાડી દીધી હતી.
