Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચક્રવાતોનું નામ રાખવાની આખરે શું જરૂરત છે ? આ રહ્યા કારણો

ચક્રવાતોનું નામ રાખવાની આખરે શું જરૂરત છે ? આ રહ્યા કારણો

Published : 23 October, 2024 03:32 PM | Modified : 23 October, 2024 05:00 PM | IST | Mumbai
Manav Desai | manav.desai@mid-day.com

ચક્રવાતનું (Dana Cyclone,Odisha news) નિર્માણ થાય ત્યારે વૈજ્ઞાનિક રીતે આંકડા દ્વારા તેની ગણતરી અને અનુમાન કરવામાં આવે છે. સામાન્ય લોકો માટે આ આંકડાઓનું સમજવું ઘણું મુશ્કેલ હોય છે.

ખરાબ હવામાન માટે વપરાતી એઆઈ નિર્મિત તસવીર

GMD.COM DECODES

ખરાબ હવામાન માટે વપરાતી એઆઈ નિર્મિત તસવીર


તાજેતરમાં ઓડિશામાં દાના (Dana Cyclone Odisha news) નામનો ચક્રવાત ત્રાટક્યો, બંગાળના અખાત પર આપણે આવા ઘણા ચક્રવાતોના નિર્માણ થવાના સમાચાર વાંચતાં આવ્યા છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ચક્રવાતો અથવા વાવાઝોડાઓને નામ કોણ આપે છે? બાળકનો જન્મ થાય ત્યારે ફઈબા નામ રાખે એ તો સ્વાભાવિક છે પણ વિનાશ નોતરતા આ વાવાઝોડાઓનું નામ કોણ અને કેમ રાખે છે ? આવો સમજીએ.


ચક્રવાતનું નામ કોણ રાખે છે?
વર્ષ ૨૦૦૦માં WMO/ESCAP (વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન/યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક) નામની સમિતિઓની બેઠક થઈ. આ બેઠકમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડન દેશોએ નક્કી કર્યું કે હવેથી આવનારા દરેક ચક્રવાતોને એક નામ આપવામાં આવશે અને પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ (PTC) આવેલા નામોમાંથી અંતિમ નિર્ણય લઈને આ નિર્ણયનું સંચાલન કરશે. ધીરે ધીરે આ સમિતિમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન દેશોનો સમાવેશ થયો. આ દેશોએ એપ્રિલ 2020 માં IMD દ્વારા જાહેર કરાયેલ 169 ચક્રવાતના નામોની સૂચિ પ્રદાન કરી હતી. પ્રત્યેક દેશ માટે ઓછામાં ઓછું એક નામ સજેસ્ટ કરવું ફરજિયાત રાખવામાં આવ્યું. (Dana Cyclone Odisha news)



ચક્રવાતનું નામ શા માટે?
ચક્રવાતનું (Dana Cyclone,Odisha news) નિર્માણ થાય ત્યારે વૈજ્ઞાનિક રીતે આંકડા દ્વારા તેની ગણતરી અને અનુમાન કરવામાં આવે છે. સામાન્ય લોકો માટે આ આંકડાઓનું સમજવું ઘણું મુશ્કેલ હોય છે. ચક્રવાતની સંભાવના હોય ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને આધારે તે વિસ્તારમાં રહેતા લોકોનું તાત્કાલિક સ્થળાંતર પણ કરવું પડે છે, આવા સમાએ  ચક્રવાત માટે નામો અપનાવવાથી લોકોને યાદ રાખવાનું સરળ બને છે. સામાન્ય લોકો ઉપરાંત, વૈજ્ઞાનિક સમુદાય, મીડિયા, ડિઝાસ્ટર મેનેજરો વગેરેને પણ આ નામો મદદ કરે છે. બંગળનો અખાત , ગલ્ફ દેશો અને એવા વિવિધ વિસ્તાર જ્યાં ચક્રવાતની સંભાવના વધુ હોય તેવા વિસ્તારમાં ચક્રવાતને નામ આપવાથી જાગૃતિ ફેલાવવું અને બચાવ કાર્ય કરવું પણ સહેલું બને છે.


જેમ બાળકના નામ માટે ચોઘડિયા જોવામાં આવે તેમ આ ચક્રવાતોના નામ રાખવા પહેલા પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ (Dana Cyclone Odisha news) દ્વારા નિશ્ચિત નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. કોઈ રાજકીય અથવા ધાર્મિક લાગણીઓને હાનિ ના પહોંચાડવી, નક્કી કરાયેલ નામનું શાબ્દિક ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ, શબ્દ વધુમાં વધુ ૮ અક્ષર લાંબો હોવો જોઈએ, નામ નક્કી થયા બાદ તેના ઉચ્ચારણની સમજણ પડે માટે વૉઇસ ઓવર પ્રદાન કરવું, નામનું પુનરાવર્તન ના થવા દેવું જેવા વગેરે. 

એક વાર કોઈ દેશ યાદીમાં નામ આપે ત્યાર બાદ તે નામ પર ફક્ત તે દેશનો અધિકાર રહેતો નથી. ઉદાહરણ તરીકે બાંગ્લાદેશે યાદીમાં "નિસર્ગ" નામ આપ્યું , ત્યાર બાદ મહારાષ્ટ્રમાં વવાજોડાની પરિસ્થિતિ નિર્માણ થઈ અને તે વાવાઝોડાને (Dana Cyclone Odisha news) નિસર્ગ નામ આપવામાં આવ્યું.આમ રોટેશનલ પ્રણાલીનો ઉપયોગ કરી નામની યાદી આગળ વધારવામાં આવે છે. સામાન્ય રીતે નિયુક્ત દેશો દ્વારા બનાવેલી યાદીને પૂર્ણ થતાં ૧૦ વર્ષથી વધુનો સમય લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2024 05:00 PM IST | Mumbai | Manav Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK