પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. જોકે તપાસ શરૂ થયા બાદ પરિવાર ભાગી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં તારકેશ્વર રેલવે-સ્ટેશન નજીક શુક્રવારે ૪ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપસર પોલીસે રવિવારે તેના દાદાની ધરપકડ કરી હતી. આ બાળકીનો પરિવાર તારકેશ્વર રેલવે-સ્ટેશન નજીક આશ્રય લઈ રહ્યો હતો. જ્યારે છોકરી તેનાં માતા-પિતાની બાજુમાં આરામ કરી રહી હતી ત્યારે દાદાએ તેનું અપહરણ કરીને જાતીય હુમલો કર્યો હતો. આ પરિવાર વિચરતી બંજારા સમુદાયનો છે. તેમની પાસે સત્તાવાર ઓળખના દસ્તાવેજોનો અભાવ છે.
પરિવારે ૪ વર્ષની બાળકીના ગળા પર કાપો હોવાનું શોધી કાઢ્યા બાદ સ્થાનિક પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેને તબીબી તપાસ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડૉક્ટરોએ જોયું કે બાળકીના શરીરમાંથી લોહી નીકળતું હતું જે તેના પર જાતીય હુમલો થયાનું સૂચવે છે. આનાથી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. જોકે તપાસ શરૂ થયા બાદ પરિવાર ભાગી ગયો હતો.


