સેક્ટર ૧૦૮માં મળી આવેલા આ મૃતદેહની ઓળખ થઈ શકી નહોતી
આ નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો.
ગઈ કાલે નોએડાના એક વિસ્તારમાં નાળામાંથી એક મહિલાનો માથા અને બન્ને હથેળીઓ વગરનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. સેક્ટર ૧૦૮માં મળી આવેલા આ મૃતદેહની ઓળખ થઈ શકી નહોતી. મહિલાની કરપીણ હત્યા કરાઈ હોવાની આશંકાને પગલે પોલીસે આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી અને અન્ય સ્થાનો પર બીજાં અંગોને શોધવાનો પણ પ્રયાસ કર્યો હતો.


