Vicky Kaushal, Katrina Kaif become parents to baby boy: બોલિવૂડ કપલ વિકી કૌશલ અને કૅટરિના કૈફ બન્યા દીકરાના માતા-પિતા; કપલે સોશ્યલ મીડિયા પર આપ્યા ગુડ ન્યુઝ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા દીકરાના પેરેન્ટ્સ
બોલિવૂડ (Bollywood) ના સૌથી પ્રિય યુગલોમાંના એક કૅટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) ના ઘરે ખુશીઓએ ટકોરા માર્યા છે. કપલના ઘરે દીકરાનો જન્મ થયો છે. કૅટરિના કૈફે તેમના પહેલા બાળક, એક પુત્રને જન્મ આપ્યો છે. કપલે પોતે આ ગુડ ન્યુઝ તેમના ફેન્સ સાથે શૅર કર્યા છે.
વિકી કૌશલ અને કૅટરિના કૈફે સપ્ટેમ્બર મહિનામાં એક સુંદર પોસ્ટ સાથે ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. હવે, આખરે ખુશીનો સમય આવી ગયો છે. વિકી- કૅટરિનાના ઘરે પારણું બંધાયું છે અને એક પુત્રનું (Vicky Kaushal, Katrina Kaif become parents to baby boy) સ્વાગત કર્યું છે. પોતાના પહેલા સંતાનની ખુશીના સમાચાર વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટ દ્વારા આપ્યા છે.
ADVERTISEMENT
ખુશખબરી આપતા વિકી કૌશલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શનમાં લખ્યું કે, ‘બ્લેસ્ડ’. સાથે અભિનેતાએ રેડ હાર્ટ મુક્યું છે અને ॐ પણ લખ્યો છે.
View this post on Instagram
પોસ્ટમાં, અભિનેતા વિકી કૌશલે આપી કે તેમના પુત્રનો જન્મ ૭ ઓક્ટોબરના રોજ થયો છે. એક સંયુક્ત પોસ્ટમાં, કપલે લખ્યું છે કે, ‘અમે આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે અમારા જીવનનો શ્રેષ્ઠ અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ.’
આ પોસ્ટમાં એક શુભેચ્છા કાર્ડ છે, જેના પર એક બાળકનું ચિત્ર દોરેલું છે અને મોટા અક્ષરોમાં `બેબી બૉય` લખેલું છે.
કૅટરિના કૈફ અને વિકી કૌશલની આ જાહેરાત પછી તરત જ, એન્ટરટેઇનમેન્ટ જગતના સેલેબ્સ અને મિત્રોએ નવા માતાપિતાને શુભેચ્છાઓ મોકલવાનું શરૂ કર્યું છે. ફેન્સ પણ આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.
કૅટરિના કૈફ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તે સમયે, વિકી અને કૅટે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ગર્ભવતી છે. ફોટામાં, તેમના બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ફોટો સામે આવ્યો ત્યારથી ચાહકો આ ગુડ ન્યુઝની રાહ જોઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કૅટરિના કૈફે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ ભવ્ય સમારોહ રાજસ્થાન (Rajasthan) ના સવાઈ માધોપુર (Sawai Madhopur) માં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા (Six Senses Fort Barwara) માં યોજાયો હતો. જોકે, લગ્નમાં ફક્ત વિકી અને કૅટરિના કૈફના નજીકના પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. તેમના લગ્ન પહેલા, વિકી અને કૅટરિના ડેટિંગ કરતા હતા, પરંતુ તેઓએ તેમના અફેરને ખૂબ જ ગુપ્ત રાખ્યું હતું.


