Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબ અને હરિયાણાના વિરોધ બાદ હિમાચલ પ્રદેશે વાહનોના એન્ટ્રી-ટૅક્સમાં કરેલો પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લીધો

પંજાબ અને હરિયાણાના વિરોધ બાદ હિમાચલ પ્રદેશે વાહનોના એન્ટ્રી-ટૅક્સમાં કરેલો પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લીધો

Published : 02 April, 2026 12:34 PM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ચાલુ બજેટસત્ર દરમ્યાન શિમલામાં રાજ્યની વિધાનસભાના ફ્લોર પર આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ

મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ


પંજાબ અને હરિયાણામાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયા બાદ હિમાચલ પ્રદેશ સરકારે મંગળવારે વ્હીકલ એન્ટ્રી ટૅક્સમાં પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લીધો હતો, જેમાં પંજાબના વિધાનસભ્યોએ હિમાચલ-રજિસ્ટર્ડ વાહનો સામે બદલો લેવાની ધમકી પણ આપી હતી. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ચાલુ બજેટસત્ર દરમ્યાન શિમલામાં રાજ્યની વિધાનસભાના ફ્લોર પર આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.

૩૧ માર્ચની મધ્યરાત્રિથી પાંચ-સીટર વાહનો માટે એન્ટ્રી-ફી ૭૦ રૂપિયાથી વધારીને ૧૭૦ રૂપિયા જ્યારે છથી ૧૨-સીટર વાહનો માટેની એન્ટ્રી-ફી ૧૧૦ રૂપિયાથી વધારીને ૧૩૦ રૂપિયા કરવાની જાહેરાત સુખુએ કરી હતી. જોકે પંજાબ અને હરિયાણામાં આનો વિરોધ થતાં હવે પહેલી એપ્રિલથી એન્ટ્રી-ફી બન્ને શ્રેણીનાં વાહનો માટે અનુક્રમે ૭૦ રૂપિયા અને ૧૧૦ રૂપિયા ચાલુ રહેશે.



અમરાવતીને આંધ્ર પ્રદેશનું પાટનગર બનાવવાનું બિલ લોકસભામાં પસાર


બુધવારે લોકસભામાં આંધ્ર પ્રદેશની સ્થાયી અને એકમાત્ર રાજધાની તરીકે અમરાવતીને માન્યતા આપતું બિલ પાસ થયું હતું. BJP અને તેલુગુ દેસમ પાર્ટી સાથે કૉન્ગ્રેસે પણ આ બિલનું સમર્થન કર્યું હતું. જોકે આંધ્ર્ર પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી YSRCPએ બિલનો વિરોધ કર્યો હતો. ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે આ બિલ રજૂ કર્યું હતું. એના પર એક કલાક ચર્ચા થઈ હતી અને ધ્વનિમતથી બહુમત સાથે મંજૂરી મળી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 12:34 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK