યુદ્ધવિરામની જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સશસ્ત્ર દળોને સૂચના
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના નિવાસસ્થાને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સેના દળના વડાઓ સાથે લાંબી મીટિંગ કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪ દિવસના સંઘર્ષ બાદ શનિવારે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પણ આ જાહેરાત પછીયે પાકિસ્તાને એનું ઉલ્લંઘન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોને સૂચના આપી હતી કે ‘વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા’. વડા પ્રધાને કોઈ પણ ઉશ્કેરણી સામે મજબૂત જવાબ આપવા પર ભાર મૂક્યો હતો.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને લક્ષ્ય બનાવતું ભારતનું ‘ઑપરેશન સિંદૂર’ હજી પણ ચાલુ છે.
ADVERTISEMENT
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરની સુરક્ષા-બેઠક બોલાવી હતી. એમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ; નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ; સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ અને ચીફ ઑફ આર્મી સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સશસ્ત્ર દળોને આ સૂચના આપવામાં આવી હતી.

