મિશન દરમ્યાન યુદ્ધ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરવામાં આવ્યું હતું અને મિસાઇલે તમામ ઑપરેશનલ ઉદ્દેશો પૂરા કર્યા હતા
સોમવારે બંગાળની ખાડીમાં ભારતીય સેનાએ પરીક્ષણ કર્યું હતું.
સોમવારે ભારતીય સેનાએ બંગાળની ખાડીમાં લાંબા અંતરની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સેનાએ કહ્યું હતું. સેનાના સધર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર આ પ્રક્ષેપણ બ્રહ્મોસ યુનિટ અને ટ્રાઇ-સર્વિસ આંદામાન અને નિકોબાર કમાન્ડને સંડોવતા સંકલિત મિશનના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ડ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) છેલ્લા કેટલાક સમયથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની રેન્જ વધારવા પર કામ કરી રહ્યું છે અને એનું પરીક્ષણ સફળ રહ્યું હતું.
મિસાઇલ પરીક્ષણ બાદ આર્મીએ જણાવ્યું હતું કે ‘મિશન દરમ્યાન યુદ્ધ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરવામાં આવ્યું હતું અને મિસાઇલે તમામ ઑપરેશનલ ઉદ્દેશો પૂરા કર્યા હતા, જે દર્શાવે છે કે ભારતીય સેનાનું બ્રહ્મોસ યુનિટ કોઈ પણ સમયે ચોકસાઈથી પ્રહાર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


