ભારતીય વાયુસેનામાં સતત ફાઇટર વિમાનની ઊણપને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય વાયુસેનામાં સતત ફાઇટર વિમાનની ઊણપને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ચીન સતત પોતાની વાયુસેનાને મજબૂત કરી રહ્યું છે. આ દરમ્યાન એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી ૪૦ રફાલ ફાઇટર વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ કરાર સરકારથી સરકાર (G2G)ના રૂપે થશે. ૨૮-૨૯ એપ્રિલ વચ્ચે ફ્રાન્સના રક્ષાપ્રધાન ભારતની મુલાકાત લેશે. આ દરમ્યાન બન્ને દેશો વચ્ચે ભારતીય નૌસેનાને લઈને રફાલ મરીન ફાઇટર વિમાનની ખરીદીને લઈને કરાર કરવામાં આવી શકે છે. આ રફાલ મરીન ફાઇટર જેટ્સને ઍરક્રાફ્ટ કૅરિયર્સ પર તહેનાત કરવામાં આવશે.

