મધ્ય પ્રદેશના ઇન્દોરમાં હિંસક ઘટના સામે આવી છે. રવિવારે રાતે ભારતની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં જીત હાંસલ કર્યા બાદ કેટલાક ચાહકો વિજયોત્સવ ઉજવી રહ્યા હતા, આ દરમિયાન બે જૂથ વચ્ચે પત્થરમારો થયો.
ચેમ્પિયન્સ ટ્રૉફિ વિજેતા ટીમ ઇન્ડિયાની તસવીર
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં હિંસક ઘટના સામે આવી છે. રવિવારે રાતે ભારતની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં જીત હાંસલ કર્યા બાદ કેટલાક ચાહકો વિજયોત્સવ ઉજવી રહ્યા હતા, આ દરમિયાન બે જૂથ વચ્ચે પત્થરમારો થયો.
રવિવારે રાતે દુબઈમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં જીત હાંસલ કરી. ભારતની જીત બાદ ઈન્દોરના મહૂ વિસ્તારમાં કેટલાક યુવકો જીતનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. જીતના ઉત્સવ દરમિયાન જ્યારે રેલી મહૂની જામા મસ્જિદ નજીક પહોંચી તો બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો. આ ગટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. પત્થરમારા સાથે જ અનેક દુકાનોને આગ લગાડી દેવામાં આવી. મહૂમાં વિવાદ બાદ પોલીસ એક્શન મોડમાં છે. વિસ્તારને છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કેવી રીતે થયો વિવાદ?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ, કેટલાક ક્રિકેટ ચાહકો ઇન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પત્થરમારો શરૂ થઈ ગયો. બંને બાજુથી પત્થરમારામાં લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.
મહુમાં થયેલી આ હિંસા અંગે માહિતી આપતાં ઇન્દોરના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે પત્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કલેક્ટરને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતે બની, ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ વિશે પછી વાત કરશે, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, આ બાબતે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઉજવણી દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ પત્થરમારો અને આગચંપી થઈ હતી.
આ ઘટના વિશે વાત કરતા પોલીસ ડીઆઈજી નિમિષ અગ્રવાલે જણાવ્યું હતું કે કેટલાક યુવાનો ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન એક રેલી પણ કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ પત્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ બની હતી.
અફવા ફેલાવનારાઓ સામે કરવામાં આવશે કાર્યવાહી
આ ઘટના વિશે વાત કરતા ઇન્દોરના કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરો. વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે. આશિષ સિંહે કહ્યું કે કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

