Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા લાલ કૃષ્ણ અડવાણી, દિવાળીના દિવસે પૂજા-હવન સાથે થઈ ઉજવણી

૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા લાલ કૃષ્ણ અડવાણી, દિવાળીના દિવસે પૂજા-હવન સાથે થઈ ઉજવણી

Published : 09 November, 2026 02:18 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણીનાં પુત્રી પ્રતિભા અડવાણી, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ગઈ કાલે BJPના હેડક્વાર્ટર પર પૂજા-હવન કર્યા પછી અડવાણીના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ગઈ કાલે BJPના હેડક્વાર્ટર પર પૂજા-હવન કર્યા પછી અડવાણીના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.


ભારત રત્ન, ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની ૯૯મી વર્ષગાંઠની ગઈ કાલે દિલ્હીમાં પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં પૂજા અને હવન સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના દિવસે જ આવેલા આ પ્રસંગનું આયોજન અડવાણીના જીવન, રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને સંગઠનમાં યોગદાનને યાદ કરવા માટે થયું હતું.
અડવાણીના ૧૦૦મા જન્મદિવસના કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ વાગ્યે પૂજા-હવનથી થઈ હતી. આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણીનાં પુત્રી પ્રતિભા અડવાણી, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. પૂજા અને હવન બાદ ૨૦ મિનિટનો વિડિયો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અડવાણીના જીવનની મહત્ત્વની ક્ષણો અને તેમનાં જાણીતાં ભાષણોના અંશ સહિત પક્ષ માટે તેમણે આપેલા બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ અડવાણીના પુત્રી પ્રતિભા અડવાણી અને પીયૂષ ગોયલે સભાને સંબોધિત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:18 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK