Lok Sabha Election 2024: અભિનેત્રી કંગના રનોટ લડશે ચૂંટણી હિમાચલ પ્રદેશના મંડીમાંથી
કંગના રનોટની ફાઇલ તસવીર
લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024)નું રણશિંગું ફૂંકાઇ ગયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી – બીજેપી (Bharatiya Janata Party – BJP)એ એ પાંચમી યાદી (BJP 5th List) જાહેર કરી છે. ભાજપની યાદીમાં ઘણા મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપમાંથી કેટલાક મંત્રીઓ અને કેટલાક સાંસદોની ટિકિટ કપાઈ છે. આ યાદીમાં એક નામ આવ્યું છે જે જાણીને સહુ ખુશ થયાં છે. બૉલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી લડવાને કારણે ચર્ચામાં છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ ભાજપે અભિનેત્રી કંગના રનોટને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મંડી (Mandi)થી ટિકિટ આપી છે. એટલે જ હવે એક્ટિંગ પછી રાજકારણમાં એક્ટિવ થશે અભિનેત્રી કંગના રનોટ.
`ફેશન` (Fashion), `ક્વીન` (Queen) અને `તનુ વેડ્સ મનુ રિટર્ન` (Tanu Weds Manu Returns), `મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી` (Manikarnika: The Queen of Jhansi) અને `પંગા` (Panga) જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી કંગના રનોટ હવે રાજકારણમાં પોતાની ઓળખ બનાવશે. કંગના રનોટનું નામ તે અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, જે માત્ર એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની સ્પષ્ટવક્તા સ્ટાઇલના કારણે પણ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારથી આ ડેશિંગ એક્ટ્રેસની રાજકારણમાં એન્ટ્રીના સમાચાર આવ્યા છે, ત્યારથી તેના ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે. ચાહકોની સાથે કંગના પોતે પણ પોતાની નવી સફરની શરૂઆતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ ભાજપ તરફથી હિમાચલ પ્રદેશ ના મંડીની ટિકિટ મળ્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
કંગના રનોટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સ્ટોરી શૅર કરીને લખ્યું છે કે, ‘મારા પ્યારા ભારત અને ભારતીય જનતાની પોતાની પાર્ટી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને હંમેશા મારું બિનશરતી સમર્થન મળ્યું છે, આજે બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વએ મને મારા જન્મસ્થળ, હિમાચલ પ્રદેશ, મંડી (વિસ્તાર)થી તેની લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. હું લોકસભા ચૂંટણી લડવા અંગે હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરું છું. હું પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને સન્માનિત અને ઉત્સાહિત અનુભવું છું. હું એક સક્ષમ કાર્યકર અને વિશ્વસનીય જાહેર સેવક બનવાની આશા રાખું છું. આભાર.’
કંગના રનોટની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
કંગના રનોટનો ઉત્સાહ દર્શાવે છે કે, તે હિમાચલ પ્રદેશના મંડીની ટિકિટ મળવાથી ખુબ ખુશ છે.
અભિનેત્રી કંગના રનોટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં પીરિયડ-ડ્રામા ફિલ્મ `ઇમરજન્સી` (Emergency)માં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રનોટ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી (Indira Gandhi)નું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ ૧૦ જૂન, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગનાએ અભિનયની સાથે સાથે ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે.