Madhya Pradesh: રાજેન્દ્ર અને આરોપીઓની દીકરી/બહેનના વચ્ચે પ્રેમપ્રકરણની વાત સામે આવી હતી. જેને કારણે આ પિતા-પુત્રએ મળીને રાજેન્દ્રની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશની હાઇકોર્ટ (Madhya Pradesh)ની ડીવીઝન બેંચે મંડલા જીલ્લાની સેશન કોર્ટ દ્વારા હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા પિતા-પુત્રની ઉંમરકેદની સજાને રદ કરી નાખી છે. મંડલા જીલ્લામાં નવેમ્બર ૨૦૨૩માં નૈનસિંહ ધુર્વે અને એના પુત્રને રાજેન્દ્ર નામના યુવકની હત્યાના મામલે ઉંમરકેદની સજા ફરમાવવામાં આવી હતી. રાજેન્દ્ર અને આરોપીઓની દીકરી/બહેનના વચ્ચે પ્રેમપ્રકરણની વાત સામે આવી હતી. જેને કારણે આ પિતા-પુત્રએ મળીને રાજેન્દ્રની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
મૃત વ્યક્તિ કઈ રીતે ફોન પર વાત કરી શકે?
ADVERTISEMENT
પરંતુ આ કેસ (Madhya Pradesh)માં ટ્વિસ્ટ આવ્યો છે. જસ્ટીસ વિવેક અગ્રવાલ અને જસ્ટીસ એ.કે. સિંહે આ કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોનકોલની વિગતોમાં ઘણી વાતોનો મેળ નથી ખાઈ રહ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે 19 સપ્ટેમ્બર 2021ના 3-4 દિવસ બાદ રાજેન્દ્રનું મોત થયું હતું. પરંતુ ફોનકોલ રેકોર્ડ્સ દર્શાવે છે કે તે 25 સપ્ટેમ્બર સુધી મોબાઇલ પર આરોપીની પુત્રી/બહેન સાથે વાત કરતો હતો. આવું કહીને કોર્ટે કટાક્ષ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે હજી સુધી તો સાયન્સ એટલું આગળ નથી જ વધ્યું કે કોઈ મૃત વ્યક્તિ મોબાઇલ ફોન પર વાતો કરી શકે.
આ કેસ (Madhya Pradesh)માં સાક્ષી તરીકે ચેત સિંહ હાજર રહ્યો હતો જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે તે ઘટનાની રાત્રે તે પોતે આરોપીના ઘરે હતો કારણ કે તેની બાઇક ખરાબ થઈ ગઈ હતી. અને ત્યાં તેણે પોતાની સગી આંખે જોયું હતું કે આરોપીઓ કોઈને ઢોર માર મારી રહ્યા છે. પણ એ વ્યક્તિ રાજેન્દ્ર હતો કે કેમ તેની તો પુષ્ટિ કર્યા વગર જ પોલીસે એમ માની લીધું કે આરોપીઓ રાજેન્દ્રને મારી રહ્યા હતા. જોકે રાજેન્દ્રના પરિવારે પ્રેમસંબંધ વિશે પોલીસને જાણ કરી ન હતી. વળી, આ કેસમાં છોકરીની પૂછપરછ પણ કરવામાં આવી ન હતી.
અત્યારે કોર્ટે મધ્યપ્રદેશના (Madhya Pradesh) ડીજીપીને તપાસ અધિકારી અને અન્ય પોલીસકર્મીઓ સામે વિભાગીય તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટને એ વાતની નવી લાગી હતી કે રાજેન્દ્રના પરિવારના કોઈ પણ સભ્યએ પોલીસને તેના પ્રેમસંબંધ વિશે ખુલાસો કર્યો ન હતો અથવા તો એવી પણ શંકા વ્યક્ત કરી નહતી કે આ આરોપીઓએ રાજેન્દ્રની હત્યા કરી હશે. વધુમાં પોલીસે છોકરીની પૂછપરછ પણ કરી ન હતી કે શું તેણીનો રાજેન્દ્ર સાથે સંબંધ હતો અને શું તેના પિતા/ભાઈ તેની વિરુદ્ધ હતા કે કેમ. તો પછી આ બન્ને આરોપીઓને ઉંમરકેદની સજા કઈ રીતે આપી શકાય? કોર્ટે ચેત સિંહને કેસના આ કેસની કડીઓને કોટી રીતે જોડી કાઢવા માટે પોલીસ દ્વારા લવાયેલો ખોટો સાક્ષી ગણાવ્યો હતો.

