આ ઘટના હાસન જિલ્લાના હોલેનરસીપુરામાં રેવન્ના પરિવારના ફાર્મહાઉસમાં હેલ્પરનું કામ કરનારી મહિલા સાથે સંબંધિત છે. વર્ષ 2021માં ફાર્મહાઉસ અને બૅંગ્લુરુમાં સ્થિત રેવન્નાના નિવાસસ્થાને મહિલા પર 2 વાર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
પ્રજ્વલ રેવન્ના
આ ઘટના હાસન જિલ્લાના હોલેનરસીપુરામાં રેવન્ના પરિવારના ફાર્મહાઉસમાં હેલ્પરનું કામ કરનારી મહિલા સાથે સંબંધિત છે. વર્ષ 2021માં ફાર્મહાઉસ અને બૅંગ્લુરુમાં સ્થિત રેવન્નાના નિવાસસ્થાને મહિલા પર 2 વાર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે જનતા દળ સેક્યુલરના નેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત, 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બળાત્કાર કેસમાં દોષિત જાહેર થયા બાદ શનિવારે કોર્ટનો નિર્ણય આવ્યો. રેવન્ના વિરુદ્ધ હોલેનરસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. સજા સંભળાવતા પહેલા સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષના વકીલોએ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
શુક્રવારે સાંસદો/ધારાસભ્યોના સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટે જાતીય શોષણ અને બળાત્કારના ચાર કેસોમાંના એકમાં પ્રજ્વલને દોષિત ઠેરવ્યો હતો. આ કેસ હસન જિલ્લાના હોલેનરસીપુરામાં રેવન્ના પરિવારના ફાર્મહાઉસમાં સહાયક તરીકે કામ કરતી 48 વર્ષીય મહિલાનો છે. વર્ષ 2021માં, મહિલા પર બેંગલુરુમાં ફાર્મ હાઉસ અને રેવન્નાના નિવાસસ્થાને બે વાર બળાત્કાર થયો હતો. આરોપીએ આ ઘટના તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી હતી.
પ્રજ્વલ રેવન્નાએ પોતાના બચાવમાં શું કહ્યું
બળાત્કાર કેસમાં દોષિત પ્રજ્વલ રેવન્નાએ ઓછી સજા માટે અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. રેવન્નાએ કહ્યું કે તેમની એકમાત્ર ભૂલ રાજકારણમાં ખૂબ જ ઝડપથી આગળ વધવું હતું. શનિવારે જ્યારે તેમણે ન્યાયાધીશને ઓછી સજા આપવા માટે અપીલ કરી ત્યારે પ્રજ્વલ રડી પડ્યા. સસ્પેન્ડ કરાયેલા જેડી(એસ) નેતાએ કોર્ટને જણાવ્યું કે તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને હંમેશા મેરિટ પર પાસ થયા છે.
પ્રજ્વલ રેવન્નાએ કહ્યું, "તેઓ કહે છે કે મેં ઘણી સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો છે, પરંતુ કોઈ પણ સ્ત્રી સ્વેચ્છાએ ફરિયાદ કરવા આવી નથી. તેઓ ચૂંટણીના છ દિવસ પહેલા આવ્યા હતા. ફરિયાદ પક્ષ તેમને જાણી જોઈને લાવ્યો અને ફરિયાદ નોંધાવી." તેમણે કહ્યું કે મહિલાએ કથિત બળાત્કાર અંગે કોઈને ફરિયાદ કરી નથી, જેમાં તેના પતિ કે સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે કેટલાક વીડિયો વાયરલ થયા ત્યારે જ તેણીએ ફરિયાદ નોંધાવી હતી. ભૂતપૂર્વ સાંસદે કહ્યું, "મારો એક પરિવાર છે. મેં છ મહિનાથી મારા માતાપિતાને જોયા નથી. કૃપા કરીને મને ઓછી સજા આપો. હું કોર્ટને આ વિનંતી કરું છું.`
લોકસભા ચૂંટણી પહેલા વીડિયો વાયરલ થયા હતા
આ કેસની તપાસ કરી રહેલી SIT એ સપ્ટેમ્બર 2024માં 113 સાક્ષીઓના નિવેદનો સાથે 1,632 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. વધારાના ખાસ સરકારી વકીલ બીએન જગદીશે જણાવ્યું હતું કે કોર્ટે ફરિયાદ પક્ષના કેસનો સ્વીકાર કર્યો હતો અને પ્રજ્વલને તમામ આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડાના પૌત્ર છે. તેમની સામે ચાર અલગ અલગ કેસ નોંધાયેલા છે, જેની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યા જ્યારે 26 એપ્રિલ, 2024 ના રોજ હાસનમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા પ્રજ્વલ સાથે સંકળાયેલા અશ્લીલ વીડિયો વાયરલ થયા હતા. ગયા વર્ષે 31 મેના રોજ જ્યારે પ્રજ્વલ જર્મનીથી પરત ફર્યા ત્યારે તેમની બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રજ્વલ હાસન સંસદીય મતવિસ્તારમાંથી હારી ગયા હતા. બાદમાં, જેડીએસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

