સ્મારકની સ્થિતિ નિહાળવાની સાથે તેણે હાથ જોડીને પોતાના ક્રિકેટકોચને યાદ કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૯માં રમાકાંત આચરેકરનું અવસાન થયું હતું.
સચિન તેન્ડુલકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર શનિવારે મુંબઈના શિવાજી પાર્કમાં આવેલા પોતાના ગુરુ રમાકાંત આચરેકરના સ્મારકની મુલાકાત લેવા પહોંચ્યો હતો. સાદા કપડામાં અહીં પહોંચેલો માસ્ટર-બ્લાસ્ટર બૂટ-ચંપલ વગર ખુલ્લા પગે જોવા મળ્યો હતો. સ્મારકની સ્થિતિ નિહાળવાની સાથે તેણે હાથ જોડીને પોતાના ક્રિકેટકોચને યાદ કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૯માં રમાકાંત આચરેકરનું અવસાન થયું હતું.

