Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્યાહ્‌ન ભોજનમાં સાપનું બચ્ચું મળ્યું

મધ્યાહ્‌ન ભોજનમાં સાપનું બચ્ચું મળ્યું

Published : 09 May, 2026 12:51 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારની ઘટના : ૨૫૦ સ્ટુડન્ટ્સને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બિહારના સહરસામાં ગઈ કાલે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકો.

બિહારના સહરસામાં ગઈ કાલે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકો.


બિહારના સહરસા જિલ્લાની મહિષી બ્લૉકની એક સરકારી સ્કૂલમાં પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાં સાપનું બચ્ચું મળી આવતાં ૨૫૦થી વધુ સ્ટુડન્ટ્સને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) દ્વારા આપવામાં આવેલા ભોજનને ખાધા પછી તરત જ સ્ટુડન્ટ્સને ઊલટી થવા લાગી હતી અને ઘણાએ ચક્કરની ફરિયાદ કરી હતી. મોટી સંખ્યામાં બાળકો બેભાન થઈ જતાં સ્કૂલ-પરિસરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. શરૂઆતમાં બાળકોને નજીકના આરોગ્યકેન્દ્રમાં લઈ જવામાં આવ્યાં હતાં અને બાદમાં તેમની સ્થિતિ વધુ ખરાબ થતાં ૧૧૫ સ્ટુડન્ટ્સને સદર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે મોટા ભાગનાં બાળકો હવે ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ખોરાકના નમૂના લેવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 12:51 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK