Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટૅક્સી-ડ્રાઇવરના ઘરે બંદૂક શોધવા ગયેલી પોલીસને મળ્યા રોકડા ત્રણ કરોડ રૂપિયા

ટૅક્સી-ડ્રાઇવરના ઘરે બંદૂક શોધવા ગયેલી પોલીસને મળ્યા રોકડા ત્રણ કરોડ રૂપિયા

Published : 18 August, 2026 09:59 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌરભ તેના ભાઈ અંકિત અને મમ્મી સાથે રહે છે. બન્ને ભાઈઓ ભાડાની ટૅક્સી ચલાવે છે.

બંદૂક સાથેનો ટૅક્સી-ડ્રાઇવરનો ફોટો અને તેના ઘરેથી મળેલી રોકડ લઈ જતા અધિકારીઓ.

બંદૂક સાથેનો ટૅક્સી-ડ્રાઇવરનો ફોટો અને તેના ઘરેથી મળેલી રોકડ લઈ જતા અધિકારીઓ.


મધ્ય પ્રદેશના સાગરમાં સૌરભ આહિરવાર નામના એક ટૅક્સી-ડ્રાઇવરના ઘરે ગેરકાયદેસર હથિયારની શોધખોળ કરતી વખતે પોલીસને કબાટમાંથી લગભગ ૩  કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. જોકે તેના ઘરેથી કોઈ હથિયાર મળી આવ્યું નહોતું. પરિવારે દાવો કર્યો હતો કે રિકવરી કરાયેલા પૈસા એક સંબંધીના છે જે ભોપાલમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)માં એન્જિનિયર તરીકે કામ કરે છે. રોકડ લગભગ ૮ મહિના પહેલા ઘરમાં લાવવામાં આવી હતી. રકમ એટલી વધારે હતી કે નોટો ગણવા માટે મશીન લાવવું પડ્યું હતું. 

ભાડાની ટૅક્સી ચલાવે છે
સૌરભ તેના ભાઈ અંકિત અને મમ્મી સાથે રહે છે. બન્ને ભાઈઓ ભાડાની ટૅક્સી ચલાવે છે. સોશ્યલ મીડિયા પર સૌરભ આહિરવારનો બંદૂક સાથેનો ફોટો જોયા પછી પોલીસ તેના ઘરે પહોંચી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 09:59 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK