Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગોલ્ડન ટેમ્પલના અમ્રિત સરોવરમાં મુસ્લિમ યુવક કોગળા કરીને થૂંક્યોઃ વિડિયો વાઇરલ થયા પછી માફી માગી લીધી

ગોલ્ડન ટેમ્પલના અમ્રિત સરોવરમાં મુસ્લિમ યુવક કોગળા કરીને થૂંક્યોઃ વિડિયો વાઇરલ થયા પછી માફી માગી લીધી

Published : 18 January, 2026 09:04 AM | IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ત્યાર બાદ એ વ્યક્તિએ એક વિડિયો પોસ્ટ કરીને માફી માગી લીધી છે અને કહ્યું છે કે માફી માગવા માટે હું શ્રી દરબાર સાહિબ પણ જઈશ.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


અમ્રિતસરના સુવર્ણમંદિરમાં એક મુસ્લિમ યુવક મોઢું ધોઈ રહ્યો છે અને અમ્રિત સરોવરમાં કોગળા કરીને થૂંકી રહ્યો છે એવો વિડિયો જોવા મળ્યો છે. જોકે ત્યાર બાદ એ વ્યક્તિએ એક વિડિયો પોસ્ટ કરીને માફી માગી લીધી છે અને કહ્યું છે કે માફી માગવા માટે હું શ્રી દરબાર સાહિબ પણ જઈશ.

શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ ઘટના અને વાઇરલ વિડિયોની નિંદા કરીને જણાવ્યું હતું કે આ કૃત્ય પવિત્ર તીર્થસ્થળ પર સિખ મર્યાદા અથવા આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે



૧૬ જાન્યુઆરીના ૨૫ સેકન્ડના આ વિડિયોમાં એક યુવક શ્રી હરમંદિર સાહિબના પવિત્ર સરોવરના કિનારે બેઠો છે. તે હાથ-પગ ધોતો અને સોશ્યલ મીડિયા માટે પોતાનું રેકૉર્ડિંગ કરતો જોવા મળે છે. એ વિડિયો ઝડપથી વાઇરલ થયો હતો. ઘણા લોકોએ આ કૃત્યને સિખ ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવ્યું છે.


SGPCએ બધા મુલાકાતીઓને સુવર્ણમંદિરના ધાર્મિક નિયમોનું સન્માન કરવાની અપીલ કરી છે. SGPCના મુખ્ય સેક્રેટરી કુલવંત સિંહે જણાવ્યું હતું કે ફરજ પર સેવાદારોની હાજરી હોવા છતાં આ ઘટના કેવી રીતે બની એની તપાસ કરવામાં આવશે. SGPC તપાસ કરશે કે વિડિયો અસલી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને એમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં યુવકે જાહેર માફી માગી હતી અને કહ્યું હતું કે મેં સુવર્ણમંદિરની આદર સાથે મુલાકાત લીધી હતી, પરંતુ સંપૂર્ણ ધાર્મિક પ્રોટોકૉલથી વાકેફ નહોતો. તેણે સિખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દિલગીરી વ્યક્ત કરીને કહ્યું હતું કે મેં અજાણતાં આમ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 09:04 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK