Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આધાર કાર્ડના જનક નંદન નીલેકણીનું જ નામ વોટર-લિસ્ટમાંથી ગાયબ, ચૂંટણીપંચે નોટિસ ફટકારી

આધાર કાર્ડના જનક નંદન નીલેકણીનું જ નામ વોટર-લિસ્ટમાંથી ગાયબ, ચૂંટણીપંચે નોટિસ ફટકારી

Published : 11 September, 2026 11:09 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ અનેક VIP નામોની ચકાસણીમાં મોટી ગરબડ સામે આવતાં ખળભળાટ

નંદન નીલેકણી

નંદન નીલેકણી


કર્ણાટકમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ વોટર-લિસ્ટની ચકાસણી દરમ્યાન અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર દેશને યુનિક આઇડેન્ટિફિકેશન આપનારા અને આધાર કાર્ડના જનક ગણાતા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીનું જ નામ વોટર-લિસ્ટમાં જોવા ન મળતાં ચૂંટણીપંચે તેમને નોટિસ ફટકારી દીધી હતી. બૅન્ગલોર સાઉથ સિટી કૉર્પોરેશનના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ૨૦૦૨ના ચૂંટણી-રેકૉર્ડમાં તેમનું નામ અનમૅપ્ડ કૅટેગરીમાં હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ ગરબડ માત્ર નીલેકણી પૂરતી સીમિત નથી. ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ અને કન્નડા ઍક્ટર શિવ રાજકુમાર સહિત અનેક નામાંકિત હસ્તીઓને પણ SIRની નોટિસ મળી છે. ભારત રત્ન વિજેતા અને મહાન વૈજ્ઞાનિક પ્રો. સી. એન. આર. રાવના નામમાં પણ ગરબડ જોવા મળી હતી. જોકે ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે VIP લોકો માટે ખાસ સુવિધા છે અને સંબંધિત અધિકારીઓ ઘરે જઈને વેરિફિકેશન પૂરું કરશે.



ઉલ્લેખનીય છે કે કર્ણાટકનું નવું ડ્રાફ્ટ વોટર-લિસ્ટ ૨૪ ઑગસ્ટે જાહેર કરવામાં આવ્યું હતું. એમાંથી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. SIRની યાદીમાં નામ ન હોય એવા લોકોમાં જજ, સંસદસભ્ય, વિધાનસભ્ય, વરિષ્ઠ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીપંચે ખાતરી આપી છે કે કોઈ પણ VIPને વ્યક્તિગત રીતે ઑફિસના ધક્કા ખાવા નહીં પડે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 11:09 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK