Nita Ambani Bodyguard Viral Video: નીતા અંબાણી બેંગલુરુના એક સ્ટોરમાં Mercedes-Benz S600 કાર લઈને પહોંચ્યા હતા.
નીતા અંબાણીની તસવીર અને વાયરલ વિડીયોમાંથી સ્ક્રીનશોટ
સોશિયલ મીડિયામાં છવાયેલાં રહેતાં નીતા અંબાણીને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર તે એવી બાબતને કારણે ચર્ચામાં આવી છે કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Nita Ambani Bodyguard Viral Video) થઈ રહ્યો છે. આ મુદ્દો તેમની સુરક્ષાને લઈને છે.
તાજેતરમાં જ નીતા અંબાણી બેંગલુરુમાં સાડીની શોપિંગ કરતી જોવા મળી હતી. તે વખતનો એક વિડીયો વાયરલ (Nita Ambani Bodyguard Viral Video) થયો છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ નીતા અંબાણી બેંગલુરુના એક સ્ટોરમાં પહોંચી હતી. નીતા અંબાણી જ્યાં શોપિંગ કરવા પહોંચી હતી ત્યાં તે Mercedes-Benz S600માં ગઈ હતી. તમને જણાવી દઈએ કે 10 કરોડ રૂપિયાની કિંમતની આ કારમાં બુલેટપ્રૂફ ફીચર્સ પણ જોવા મળે છે. એટલું જ નહીં નીતા અંબાણીની સાથે સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીને Z+ સુરક્ષા મળી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. હવે થાય છે એવું કે આવા વ્યક્તિઓ જ્યારે જાહેર સ્થળોએ જાય છે ત્યારે ત્યાં ટ્રાફિક જૅમ થઈ જતો હોય છે.
નીતા અંબાણીનાં સુરક્ષા ગાર્ડ સાથે એક મહિલા બાઝવા લાગી
View this post on Instagram
નીતા અંબાણી પણ જ્યારે શોપિંગ કરવા કડક સિક્યુરિટી સાથે શોપિંગ કરવા પહોંચી હતી જેને કારણે ત્યાં પણ ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. જોકે, તેને કારણે એક મહિલા ખૂબ જ ભડકી ગાઈ હતી. એક વિડીયો સોશિયલ મીડિયા (Nita Ambani Bodyguard Viral Video) પર પણ ચગ્યો છે જેમાં એક મહિલા નીતા અંબાણીની સુરક્ષા કરનાર ગાર્ડ પાસે જઈને ઝગડો કરતી જોવા મળે છે. જોકે, આ વિડીયોમાં તે બંને વચ્ચે શું વાત થઈ રહી છે તે સાંભળતી નથી.
વાસ્તવમાં બને છે એમ કે સુરક્ષા ગાર્ડ નીતા અંબાણીની કાર પાસે ઉભેલી એક્ મહિલાને વારંવાર હટી જવાનું કહે છે. નીતા અંબાણી કારમાં બેસી શકે એ માટે આ મહિલાને ત્યાંથી દૂર ખસવાનું કહેવામાં આવતા પેલી મહિલાનો પિત્તો ગયો હતો અને તેણે ગાર્ડ સાથે દલીલ કરી હતી.
મહિલાની ભરપૂર પ્રશંસા થઈ રહી છે સોશિયલ મીડિયા પર
હવે તમને જણાવી દઈએ કે આ મહિલાએ જે રીતે સુરક્ષાકર્મીની ઝાટકણી કાઢી હતી તે પ્રમાણે જોતાં લોકોએ તેને હીરો ગણાવી છે.
એક યુઝરે આ બાબતે કમેન્ટ કરી હતી કે, "અમે અંબાણીને એ પછી તેની પત્ની કે તેના પિતા હોય તો તેને કોઈ જવાબ આપતા નથી; જો કોઈ અમારો રસ્તો રોકે છે, તો...”
Nita Ambani Bodyguard Viral Video: કોઇકે તો Z+ સુરક્ષાને લઈને જ આકરા પ્રહાર કર્યા હતા અને લખ્યું હતું કે, " કેટલાક સભ્યોને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, અને આપણે તેનું મહત્વ સ્વીકારવું જોઈએ. જો કે, તે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી વ્યવસ્થાઓ રોજિંદા જીવનને વાજબી કરતાં વધુ વિક્ષેપિત ન કરે
કેટલાક લોકો તેને મહિલાની હિંમત ગણાવી રહ્યા છે તો કેટલાક તેને VIP કલ્ચર સામેનો આકરો પ્રતિસાદ ગણાવી રહ્યા છે.