Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારના મુખ્ય પ્રધાનપદેથી નીતીશ કુમાર આજે રાજીનામું આપે એવી શક્યતા

બિહારના મુખ્ય પ્રધાનપદેથી નીતીશ કુમાર આજે રાજીનામું આપે એવી શક્યતા

Published : 14 April, 2026 08:28 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતીશ કુમાર આજે મુખ્ય પ્રધાનપદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપશે. એ પહેલાં તેઓ તેમની અંતિમ કૅબિનેટ બેઠકની અધ્યક્ષતા પણ કરી શકે છે.

સમ્રાટ ચૌધરી

સમ્રાટ ચૌધરી


બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો પર હવે વિરામ મુકાઈ રહ્યો હોય એવું જણાય છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર આગામી દિવસોમાં ગઠિત થનારી નવી કૅબિનેટમાં સામેલ થાય એવી શક્યતા નહીંવત્ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિશાંત કુમારે પોતે જ પ્રધાનપદ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને તેઓ સંગઠનની જવાબદારીઓ સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

નીતીશ કુમાર આજે મુખ્ય પ્રધાનપદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપશે. એ પહેલાં તેઓ તેમની અંતિમ કૅબિનેટ બેઠકની અધ્યક્ષતા પણ કરી શકે છે.



બિહારમાં નવી સરકારની રચના માટેની તૈયારીઓ તેજ બની ગઈ છે. BJPના નેતા અને વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી નીતીશ કુમારના ઉત્તરાધિકારી તરીકે મુખ્ય પ્રધાનપદની રેસમાં સૌથી આગળ છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 08:28 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK