જ્વેલરીની દુકાનોમાં પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જ્યાં બિલની રકમ હજારો રૂપિયામાં થાય છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવતા પેમેન્ટમાં ૨૦૦૦ રૂપિયાથી વધારાની રકમ માટે ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ૧૫ ઑક્ટોબરથી લાગુ કરવાની જાહેરાતને પગલે
દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)ના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને ૧૫ ઑક્ટોબરથી UPIને બદલે રોકડામાં બિઝનેસ કરવાની જાહેરાત કરી છે. દુકાનદારોએ બોર્ડ પણ લગાવવાની શરૂઆત કરી દીધી છે કે MDR ચાર્જને કારણે UPIથી પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં અને અમે માત્ર રોકડ રકમ સ્વીકારીશું. NCRનો ભાગ એવા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવાં બોર્ડ વિજયનગર, પ્રતાપ વિહાર, ગૌશાલા ફાટક અને ક્રૉસિંગ રિપબ્લિક વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે.
જ્વેલરીની દુકાનોમાં પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જ્યાં બિલની રકમ હજારો રૂપિયામાં થાય છે.
