Nude Party in Raipur: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ન્યૂડ પાર્ટીના આયોજનના આમંત્રણને લઈને હોબાળો મચી ગયો છે. ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે. દબાણ વધતું જોઈને પોલીસે કાર્યાવહી હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ન્યૂડ પાર્ટીના આયોજનના આમંત્રણને લઈને હોબાળો મચી ગયો છે. ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે. દબાણ વધતું જોઈને પોલીસે આ પાર્ટીના આયોજક સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે.
આ સંદર્ભે, તેલીબંધા પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ સહિત અનેક કલમો હેઠળ અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તે લોકોની પણ તપાસ કરી રહી છે જેમણે આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે પોતાના બૅન્ક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે. 21 સપ્ટેમ્બરના રોજ યોજાનાર આ કાર્યક્રમનું પોસ્ટર હજી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યૂડ પાર્ટીના આયોજકો સંતોષ જેવાણી અને અજય મહાપાત્રાની ધરપકડ કરવામાં આવી છે. આ ન્યૂડ પાર્ટી એસએસ ફાર્મ્સ હાઉસમાં યોજાવાની હતી. ફાર્મ હાઉસના માલિક સંતોષ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે.
સંતોષ ગુપ્તા છત્તીસગઢ હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની સાથે સોશિયલ મીડિયા પ્રમોટર અવનીશ ગંગવાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ પ્રમોટર જેમ્સ બેક, દીપક સિંહ અને દેવેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ રીતે, પોલીસે ન્યૂડ પાર્ટી કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે.
ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ
તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ શનિવારે યોજાવાનો હતો. તેના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. ન્યુડ કપલ્સને આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું. મામલો વધુ વકર્યા બાદ કૉંગ્રેસ અને ભાજપના લોકો સક્રિય થયા અને વિરોધ પ્રદર્શન શરૂ થયા. પક્ષોએ એકબીજા પર કાર્યક્રમનું આયોજન કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. આ મામલે વિરોધ વધ્યા પછી અને મોટા નેતાઓના નિવેદનો આવ્યા પછી, પોલીસ એક્શનમાં આવી.
આયોજકોએ સોશિયલ મીડિયા અને ખાનગી ગ્રુપ દ્વારા લોકોને આમંત્રણ આપ્યું હતું. પાર્ટીમાં નગ્નન્યુડ થીમ હોવાથી તે કાયદાની વિરુદ્ધ હતું. કૉંગ્રેસના કાર્યકરોનું એક જૂથ આ અંગે ફરિયાદ લઈને પોલીસ પાસે ગયું. આ પછી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડવાની યોજના બનાવી.
સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ
રાયપુરના એસએસપી લાલ ઉમેદ સિંહે જણાવ્યું હતું કે રાયપુરના હાઇપર ક્લબમાં ન્યૂડ પાર્ટી અને સ્ટ્રેન્જર હાઉસ પાર્ટીના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ પછી પોલીસે કડકાઈ દાખવી. ક્લબ ઓપરેટર જેમ્સ બેકની અટકાયત કરવામાં આવી છે.
એસએસપીએ કહ્યું કે કેટલાક વધુ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હું પોતે આ મામલાની તપાસ કરી રહ્યો છું. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ આયોજકોની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, ન્યૂડ પાર્ટી સંબંધિત વીડિયો અને પોસ્ટરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો સ્પષ્ટતા આપવા માટે એસપી ઓફિસ આવ્યા હતા, જ્યાંથી તેમને ઉપાડવામાં આવ્યા હતા.

