Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મિનિમમ EPF પેન્શન ૭૫૦૦ રૂપિયા આપવાની માગણીઃ જંતરમંતર પર ૩ દિવસનો વિરોધ

મિનિમમ EPF પેન્શન ૭૫૦૦ રૂપિયા આપવાની માગણીઃ જંતરમંતર પર ૩ દિવસનો વિરોધ

Published : 09 March, 2026 02:36 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેન્શનરોનું કહેવું છે કે ઘણા લોકોએ ૩૦થી ૩૫ વર્ષ સુધી EPFOમાં યોગદાન આપ્યું છે છતાં તેમને સરેરાશ માસિક પેન્શન માત્ર ૧૧૭૧ રૂપિયા મળે છે.

રંગપંચમી નિમિત્તે ગઈ કાલે ઉજ્જૈનમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે જનતા સાથે હોળી રમ્યા હતા અને મહાકાલ મંદિરમાં પૂજા કરીને શસ્ત્રપ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે લાઠીદાવનું પ્રદર્શન કરીને સૌને ચકિત કરી દીધા હતા. ઉજ્જૈનમાં યોજાયેલી રંગપંચમીની ગેરમાં પચાસ ક્વિન્ટલ ગુલાલ વપરાયો હતો.

રંગપંચમી નિમિત્તે ગઈ કાલે ઉજ્જૈનમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે જનતા સાથે હોળી રમ્યા હતા અને મહાકાલ મંદિરમાં પૂજા કરીને શસ્ત્રપ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે લાઠીદાવનું પ્રદર્શન કરીને સૌને ચકિત કરી દીધા હતા. ઉજ્જૈનમાં યોજાયેલી રંગપંચમીની ગેરમાં પચાસ ક્વિન્ટલ ગુલાલ વપરાયો હતો.


દેશભરના લાખો EPS-95 (એપ્લૉઈઝ પેન્શન સ્કીમ)ના પેન્શનરોમાં લઘુતમ માસિક પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫૦૦ રૂપિયા કરવાની માગણી ફરી એક વાર તીવ્ર બની છે. એપ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)ના પેન્શનરો ૯ માર્ચથી દિલ્હીના જંતરમંતર ખાતે ત્રણ દિવસનું વિરોધ-પ્રદર્શન કરવાના છે. પેન્શનરોનું કહેવું છે કે વધતી જતી મોંઘવારીને કારણે વર્તમાન પેન્શનમાં ટકી રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. EPS-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિના બૅનર હેઠળ આશરે ૮૧ લાખ પેન્શનરો છેલ્લાં ૯ વર્ષથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સહકારી સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર, મિલો અને મીડિયા સંગઠનોના ભૂતપૂર્વ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પેન્શનરોનું કહેવું છે કે ઘણા લોકોએ ૩૦થી ૩૫ વર્ષ સુધી EPFOમાં યોગદાન આપ્યું છે છતાં તેમને સરેરાશ માસિક પેન્શન માત્ર ૧૧૭૧ રૂપિયા મળે છે. તેમનો આરોપ છે કે આટલી ઓછી રકમનું પેન્શન વૃદ્ધો માટે તેમનો રોજિંદો ખર્ચ પૂરો કરવામાં મુશ્કેલી ઊભી કરે છે, જ્યારે ઘણી સરકારી યોજનાઓ યોગદાન વિના પણ પેન્શન પ્રદાન કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 02:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK