Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી ઉદ‍્ઘાટન કરે એ પહેલાં કર્ણાટકના રેલવે-સ્ટેશનમાં વરસાદી પાણીનું લીકેજ

નરેન્દ્ર મોદી ઉદ‍્ઘાટન કરે એ પહેલાં કર્ણાટકના રેલવે-સ્ટેશનમાં વરસાદી પાણીનું લીકેજ

Published : 18 July, 2026 09:44 AM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોપ્પલ રેલવે-સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ હેઠળ ૧૫૦૮ ચોરસ મીટરનું નવું એક માળનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


કર્ણાટકના કોપ્પલમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે ૨૧.૧૪ કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવામાં આવેલા કોપ્પલ રેલવે-સ્ટેશનના પરિસરમાં વરસાદી પાણી લીક થઈ રહ્યું હોય એવો એક વિડિયો વાઇરલ થયો છે. નવાઈની વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે એના થોડા કલાકો પહેલાં જ આ ઘટના સામે આવી હતી. આ ઘટનાથી વિવાદ સર્જાયો હતો, કારણ કે લોકોએ સ્ટેશન પર કરવામાં આવેલા બાંધકામના કાર્યની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા.

કોપ્પલ રેલવે-સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ હેઠળ ૧૫૦૮ ચોરસ મીટરનું નવું એક માળનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે, એક પહોળો ફુટઓવર બ્રિજ (FOB) અને લિફ્ટ લગાવવામાં આવ્યાં છે. આ સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હમ્પીની નજીક છે તેથી એનો આંતરિક ભાગ સ્થાનિક સંસ્કૃતિ અને વિજયનગર સામ્રાજ્યને પ્રતિબિંબિત કરે છે. ઉદ્ઘાટનના થોડા કલાકો પહેલાં વરસાદી પાણીનું લીકેજ થવાથી લોકો ભારે ટીકા કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 09:44 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK