Rajasthan: જે શખ્સનો શબ ડ્રમમાંથી મળી આવ્યો છે તેની પત્ની અને તેનાં ત્રણ બાળકો તેમ જ મકાનમાલિકનો પુત્ર શનિવારથી ગાયબ થઇ ગયા છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
મેરઠ હત્યાકાંડે આખા દેશમાં ચકચાર મચાવી હતી. હવે આવો જ કિસ્સો રાજસ્થાન (Rajasthan)માંથી સામે આવતાં લોકોના રૂંવાટા ઉભા થઇ ગયા છે. રવિવારે ખૈરથલ-તિજારા જીલ્લામાં આવેલા કીશનગમાં એક ૩૫ વર્ષના યુવકનો શબ એના જ મકાનના છાપરે મુકાયેલા બ્લુ ડ્રમમાંથી મળી આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર જે શખ્સનો શબ ડ્રમમાંથી મળી આવ્યો છે તેની પત્ની અને તેનાં ત્રણ બાળકો તેમ જ મકાનમાલિકનો પુત્ર શનિવારથી ગાયબ થઇ ગયા છે. મકાનમાલિકની પત્ની મિથલેશને બ્લુ ડ્રમમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારબાદ તપાસ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મકાનમાલિકની પત્ની શનિવારે જન્માષ્ટમીની ઉજવણી કરીને જ્યારે ઘરે પાછી ફરી હતી ત્યારે તેણે સુનીતા અને તેનાં બાળકોને જોયાં નહીં. બીજે દિવસે સવારે તે દુર્ગંધ ક્યાંથી આવે છે તેની શોધ કરવા છત પર ગઈ ત્યારે ડ્રમમાંથી શબ મળી આવ્યો હતો. ડ્રમમાં જે શબ હતો તે હંસરાજ ઉર્ફે સૂરજનો હોવાનું જણવા મળ્યું હતું. વળી, શબ જલ્દીથી સડી જાય તે માટે ડ્રમના મીઠું નાખવામાં આવ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના ખાંડેપુર ગામનો રહેવાસી હંસરાજ લગભગ છ અઠવાડિયાથી આદર્શ કૉલોનીમાં ભાડાના મકાનમાં (Rajasthan) રહેતો હતો. તે સ્થાનિક ઈંટ ભઠ્ઠીમાં મજુરી કરતો હતો.
ADVERTISEMENT
ખૈરથલ-તિજારા (Rajasthan)ના એસપી મનીષ ચૌધરી આ બનાવની તપાસ બાદ જણાવે છે કે, "હંસરાજની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ તેના શબને નમકથી ભરેલા એક બ્લુ ડ્રમમાં પૂરી દેવામાં આવ્યો હતો. આ એક સુનિયોજિત હત્યા છે. હાલમાં પોલીસ મહિલાના પતિ અને અન્ય સંબંધીઓની શોધ કરી રહી છે. જલ્દીથી જલ્દી જ આ કેસનું ગૂંચળું ઉકેલાઈ જશે" ઉત્તર પ્રદેશમાં રહેતા મૃતકના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી છે અને મૃતદેહને કિશનગઢ બાસની સરકારી હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો છે. હંસરાજનું ગળું તીક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે, જે હત્યાનો સંકેત આપે છે. પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા અને ગુમ થયેલા પરિવારના સભ્યોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે."
આ હત્યાનો ભેદ ઉકેલાયા બાદથી હંસરાજની પત્ની સુનીતા અને તેનાં ત્રણ બાળકો હર્ષલ, નંદિની અને ગોલુ પણ જોવા મળ્યાં નથી તેથી જ આ કેસમાં વધુ આંચકાજનક વળાંક આવ્યો છે. મકાનમાલિક રાજેશનો પુત્ર જીતેન્દ્ર પણ જોવા મથી મળી રહ્યો. જીતેન્દ્રએ જ હંસરાજને ભાડેથી રહેવા માટે ઓરડી આપી હતી. તપાસમાં સામે આવ્યું છે કે જીતેન્દ્રની પત્નીનું 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું, તે ઘણીવાર હંસરાજ સાથે દારૂ પીવા માટે પણ જતો હતો.
તાજતેરમાં જ ઉત્તર પ્રદેશના મેરઠમાં જે હત્યાપ્રકરણ થયું હતું કંઇક એવી જ રીતે આ ઘટનામાં પણ બન્યું હોવાથી સ્થાનિક (Rajasthan) વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

