ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાજ્યભરમાં સોમવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એને પગલે સોમવારે બપોર બાદ નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય રેશિમ બાગ પાસે રમખાણ ફાટી નીકળ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાજ્યભરમાં સોમવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એને પગલે સોમવારે બપોર બાદ નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય રેશિમ બાગ પાસે રમખાણ ફાટી નીકળ્યું હતું. RSSના નૅશનલ પબ્લિસિટી ઇન્ચાર્જ સુનીલ આંબેકરે ગઈ કાલે બૅન્ગલોરમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી એમાં ૩૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ઔરંગઝેબ અને તેની કબર આજે કેટલી પ્રાસંગિક છે? એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબ કે તેની કબર આજે જરાય પ્રાસંગિક નથી. મને લાગે છે કે અત્યારે કબર હટાવવાની કોઈએ ઝુંબેશ કે માગણી ન કરવી જોઈએ. કોઈ પણ પ્રકારની હિંસા સોસાયટી માટે સારી નથી. પોલીસે હિંસક ઘટનાની ફરિયાદ નોંધીને સંબંધિતો સામે કાર્યવાહી શરૂ કરી છે અને અમને વિશ્વાસ છે કે આ બાબતની પોલીસ ઊંડાણથી તપાસ કરશે.’

