Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું સેમ પિત્રોડા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? ગુસ્સામાં કહ્યું- પાગલ છો કે?

શું સેમ પિત્રોડા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? ગુસ્સામાં કહ્યું- પાગલ છો કે?

Published : 13 November, 2026 07:12 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસના નેતા હુસૈન દલવાઈના નિવેદન પર સેમ પિત્રોડાએ કહ્યું કે, તેઓ પાગલ થઈ ગયા છે. રાજીવ ગાંધી અને મનમોહન સિંહે અમને તક આપી હતી. મારો જન્મ કૉંગ્રેસની વિચારધારામાં થયો છે. હું ક્યારેય કૉંગ્રેસ છોડીશ નહીં.

સૅમ પિત્રોડા (ફાઈલ તસવીર)

સૅમ પિત્રોડા (ફાઈલ તસવીર)


કૉંગ્રેસના નેતા હુસૈન દલવાઈના નિવેદન પર સેમ પિત્રોડાએ કહ્યું કે, તેઓ પાગલ થઈ ગયા છે. રાજીવ ગાંધી અને મનમોહન સિંહે અમને તક આપી હતી. મારો જન્મ કૉંગ્રેસની વિચારધારામાં થયો છે. હું ક્યારેય કૉંગ્રેસ છોડીશ નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કૉંગ્રેસના નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા સેમ પિત્રોડાના નિવેદને સૌને ચોંકાવી દીધા છે. જોકે, તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કૉંગ્રેસ નહીં છોડે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતાં સેમ પિત્રોડાએ શુક્રવારે કહ્યું કે, તેઓ પાગલ થઈ ગયા છે. હું ક્યારેય કૉંગ્રેસ નહીં છોડું. કૉંગ્રેસે અમને અનેક તકો આપી છે.



હુસૈન દલવાઈએ સેમ પિત્રોડાના નિવેદન અને ત્યારબાદ (PM) તરફથી દિવાળીની શુભેચ્છાઓ મળવા અંગે ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતાં કહ્યું હતું કે, સેમ ત્રિપાડા દેશમાં રહેતા નથી, તેઓ વિદેશમાં રહે છે. તેમને અહીંની પરિસ્થિતિ વિશે કંઈ જ ખબર નથી. કદાચ તેઓ પક્ષ બદલવાનું વિચારી રહ્યા હશે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે, તેની મને ખબર નથી.” આ જ નિવેદન અંગે સેમ પિત્રોડાએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,“રાજીવ ગાંધી અને મનમોહન સિંહે અમને તકો આપી હતી. મારો જન્મ કૉંગ્રેસની વિચારધારામાં જ થયો છે. હું બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્રતા, ન્યાય, લોકશાહી અને સત્યમાં વિશ્વાસ રાખું છું. હુસૈન દલવાઈ શું વિચારે છે, તેના વિશે મારે કંઈ કહેવું નથી.”


શું કહ્યું હતું સેમ પિત્રોડાએ?

તાજેતરમાં ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં પીએમ મોદી અંગે કહ્યું હતું કે, ભલે તેમની વચ્ચે વૈચારિક મતભેદો હોય, પરંતુ તેઓ માને છે કે તેમના ગુજરાતી મિત્ર ખૂબ જ ઉદાર અને સહૃદયી સ્વભાવના છે. સેમ પિત્રોડાએ કહ્યું હતું કે,“તેઓ મારા ગુજરાતી મિત્ર છે. એક વ્યક્તિ તરીકે હું તેમનું સન્માન કરું છું. હું તેમને મળ્યો છું. મારી પત્ની અને હું બંને તેમને મળ્યાં હતાં. વ્યક્તિગત રીતે તેઓ ખૂબ જ આત્મીય, દયાળુ, પ્રેમાળ અને બીજાની કાળજી રાખનાર વ્યક્તિ છે. નિઃશંકપણે તેઓ એક સારા વક્તા છે અને મહેનતુ પણ છે.”


પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

આ જ નિવેદનને પીએમ મોદીએ ગુરુવારે પોતાના X  એકાઉન્ટ પર રીપોસ્ટ કરતાં લખ્યું હતું કે,“સેમભાઈ અને અંજના બેનને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આવનારું વર્ષ આનંદમય અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના. જય જગન્નાથ.” ત્યારબાદ સેમ પિત્રોડાએ પીએમ નરેન્દ્ર મોદીને જવાબ આપતાં લખ્યું હતું કે, “શુભેચ્છાઓ આપવા બદલ ખૂબ ખૂબ આભાર, નરેન્દ્રભાઈ. અમે પણ તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તમારા આવનારા વર્ષો સ્વસ્થ રહે તેવી કામના કરીએ છીએ. સેમ અને અંજના”

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 07:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK