ઉત્તર પ્રદેશમાં SIRનું ફાઇનલ લિસ્ટ જાહેર, ૨.૮૯ કરોડ કપાયા અને ૮૪ લાખ ઉમેરાયા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી-અધિકારીઓએ ગઈ કાલે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ફાઇનલ મતદારયાદી બહાર પાડી હતી. SIR પહેલાં ઉત્તર પ્રદેશના કુલ મતદાતાઓની સંખ્યા ૧૫.૫૫ કરોડ હતી. હવે અંતિમ મતદારયાદીમાં રાજ્યમાં કુલ વોટર્સની સંખ્યા ૧૩.૩૯ કરોડ થઈ ગઈ છે. આ સંખ્યા દિલ્હીના કુલ વોટર્સની સંખ્યા કરતાં ૩૦ ટકા વધુ છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ વોટર્સ ૧.૫૫ કરોડ હતા.
જે ૨.૮૯ કરોડ લોકોનાં નામ કપાયાં છે એમાંથી ૨.૧૭ કરોડ લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે, ૪૬ લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને ૨૫.૪૭ લાખ લોકો એકથી વધુ બૂથની મતદાતાયાદીમાં નોંધાયા હતા. ડ્રાફ્ટ-યાદીમાં ૮૪ લાખ લોકોનાં નામ વેરિફિકેશન પછી ફરીથી ઉમેરાયાં હતાં. પહેલી વાર મતદાન કરનારા યુવાનોની સંખ્યા ૧૭.૮૩ લાખ થઈ છે.
