Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગગનયાન મિશનની બીજી ક્રૂ મૉડ્યુલ ટેસ્ટ સફળ થઈ

ગગનયાન મિશનની બીજી ક્રૂ મૉડ્યુલ ટેસ્ટ સફળ થઈ

Published : 11 April, 2026 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચિનુક હેલિકૉપ્ટરથી આકાશમાં ૩ કિલોમીટરની ઊંચાઈએથી છોડવામાં આવ્યું અને પૅરૅશૂટ સાથે સમુદ્રમાં સેફ લૅન્ડિંગ થયું

તસવીર સૌજન્યઃ એક્સ

તસવીર સૌજન્યઃ એક્સ


ભારતે પહેલા માનવ અંતરીક્ષ મિશન ગગનયાનની તૈયારીમાં વધુ એક ડગલાની સફળતા મેળવી હતી.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ ગુરુવારે ઇન્ટિગ્રેટેડ ઍર ડ્રૉપ ટેસ્ટ (IADT-1) સફળતાપૂર્વક કરી હતી. આ ટેસ્ટ ગગનયાન મિશન માટે તૈયાર કરવામાં આવેલા પૅરૅશૂટની વાસ્તવિક પરિસ્થિતિઓમાં પર્ફોર્મન્સ તપાસવા માટે કરવામાં આવી હતી. આ પ્રોસેસ મિશન સમયે અંતરીક્ષયાત્રીઓને સુરક્ષિત પૃથ્વી પર પાછા લાવવા માટે ખૂબ મહત્ત્વની છે. ટેસ્ટ દરમ્યાન લગભગ ૫.૭ ટન વજનની  ક્રૂ-કૅપ્સ્યુલને વાયુસેનાએ ચિનુક હેલિકૉપ્ટર દ્વારા આકાશમાં ૩ કિલોમીટરની ઊંચાઈએથી ફેંકી હતી. આ કૅપ્સ્યુલે સમુદ્રમાં સેફ લૅન્ડિંગ કર્યું હતું. આ બીજી ડ્રૉપ ટેસ્ટ છે જે સફળ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK