BJPએ જાહેર કરેલા ઝારખંડ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો, ABVPના ૧૧૦ કાર્યકરોની પોલીસે કરી અટકાયત
રાંચીમાં ગઈ કાલે આંદોલનાકરી વિદ્યાર્થીઓએ મૌન રૅલી કાઢી હતી.
સોમવારે ઝારખંડના રાંચીમાં વિદ્યાર્થીઓની વિધાનસભા તરફની માર્ચને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો એના વિરોધમાં BJPએ રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું હતું. સવારથી BJPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાંચીના રસ્તાઓ પર આવી ગયા હતા. કેટલાક જિલ્લાઓમાં પરાણે દુકાનો બંધ કરાવી હતી. જોકે ઓવરઑલ રાજ્યમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સ્કૂલો અને ઑફિસો ચાલુ રહ્યા હતા જ્યારે બજારો બંધ રાખવામાં આવ્યાં હતાં. ગઈ કાલે વિદ્યાર્થીઓએ પણ પોલીસ દ્વારા થયેલી રાંચીમાં મૌન-સરઘસ કાઢ્યું હતું. મોં પર આંગળી મૂકીને અથવા તો પટ્ટી બાંધીને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓએ ગઈ કાલે જૂની વિધાનસભાના બિલ્ડિંગ તરફ કૂચ કરતાં પોલીસ અને ABVP કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. ૧૧૦ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
