Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે લોકોને જાગૃત કરવા વિરાટ કોહલી જેવી હસ્તીની મદદ લેવી જોઈએ

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે લોકોને જાગૃત કરવા વિરાટ કોહલી જેવી હસ્તીની મદદ લેવી જોઈએ

Published : 30 October, 2026 12:57 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટનું સૂચન : ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે લોકોને જાગૃત કરવા વિરાટ કોહલી જેવી હસ્તીની મદદ લેવી જોઈએ

વિરાટ કોહલી

વિરાટ કોહલી


દિવાળી પહેલાં ફટાકડાના મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે એ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જરાય નથી. કોર્ટ આ મામલે એકદમ સંતુલિત આદેશ પસાર કરવા જઈ રહી છે જેથી તહેવારોના સમયે લોકોના ઉત્સાહમાં કોઈ જ અડચણ ઊભી ન થાય. સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્ત્વનું સૂચન કરતાં જણાવ્યું હતું કે આજની યુવા પેઢી ફટાકડાના પ્રદૂષણ વિશે પહેલેથી જ જાગૃત છે ત્યારે લોકોમાં વધુ જાગરૂકતા ફેલાવવા માટે માત્ર કાગળ પર આદેશો આપવાને બદલે વિરાટ કોહલી જેવી ખેલજગતની હસ્તીઓની મદદ લેવી જોઈએ.
જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ગુરુવારે દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં પ્રદૂષણના મામલે સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે ટિપ્પણી કરી હતી કે જો જમીની સ્તર પર કડક અમલ ન થતો હોય તો દર વર્ષે માત્ર આદેશ આપવાનો કોઈ જ અર્થ નથી. સરકાર વતી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM) દ્વારા લેવાયેલાં પગલાંની કોર્ટને વિગતવાર માહિતી આપી હતી.

દરમ્યાન, કેન્દ્ર સરકારે ફટાકડામાં બેરિયમના ઉપયોગ વિશે પોતાની આંતરિક ચર્ચા પૂરી કરવા માટે કોર્ટ પાસે વધુ ૩ અઠવાડિયાંના સમયની માગણી કરી હતી. કોર્ટને મદદ કરી રહેલા અમાઇકસ ક્યુરીઈ (કોર્ટના મિત્ર)એ ફટાકડામાંથી નીકળતા ખતરનાક પાર્ટિક્યુલેટ મૅટર (PM)થી માનવ-સ્વાસ્થ્યને થતા નુકસાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પક્ષોના સહયોગ વિના પર્યાવરણ અને લોકોના ઉત્સાહ વચ્ચે સંતુલન જાળવવું શક્ય નથી. 


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 12:57 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK