Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બદલો લેવા અને રૂપિયાની લાલચમાં લેડી પ્રિન્સિપાલના ઘરમાં ઘૂસીને ૨૭ ઘા ઝીંક્યા બે વિદ્યાર્થીઓએ

બદલો લેવા અને રૂપિયાની લાલચમાં લેડી પ્રિન્સિપાલના ઘરમાં ઘૂસીને ૨૭ ઘા ઝીંક્યા બે વિદ્યાર્થીઓએ

Published : 21 August, 2026 12:12 PM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલંગણની ઘટના : એ વખતે ફોન પર વાત કરતાં રૂપા રેડ્ડીએ ઉચ્ચારેલો એક શબ્દ પોલીસને સ્ટુડન્ટ્સ સુધી દોરી ગયો અને તેમણે લૂંટેલી નોટો પર પ્રિન્સિપાલનું લોહી પણ મળી આવ્યું

રૂપા રેડ્ડી

રૂપા રેડ્ડી


તેલંગણના નલગોંડા જિલ્લામાં સ્કૂલનાં પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીની ઘાતક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ૧૧ ઑગસ્ટે થયેલી આ હત્યામાં ૭૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને એક ફોન-કૉલના આધારે સઘન તપાસ કરવામાં આવી હતી.

હત્યા સમયે રૂપા રેડ્ડી ફોન પર તેમના સંબંધી સાથે વાત કરતાં હતાં અને તેમણે હુમલાખોરને બાબુ કહીને બોલાવ્યો હતો. આ શબ્દ તેઓ સામાન્ય રીતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વાપરતાં હતાં. પોલીસે આ ચોક્કસ દિશામાં તપાસ કરીને ગેરહાજર રહેલા ૧૩ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી, એમાંથી ધોરણ ૧૦ના બે સગીર વિદ્યાર્થીઓ અચાનક વધુ રૂપિયા વાપરવા લાગ્યા હોવાથી પોલીસને શંકા ગઈ હતી.



પોલીસે એક સગીર પાસેથી ૧.૫૪ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. ફૉરેન્સિક તપાસમાં આ નોટો પર રૂપા રેડ્ડીનું લોહી મળી આવ્યું હતું. કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે પ્રિન્સિપાલે અગાઉ આ વિદ્યાર્થીને ગેરવર્તન બદલ હૉસ્ટેલમાંથી કાઢી મૂક્યો હતો. એનો બદલો લેવા અને રૂપિયાની લાલચમાં બન્ને સગીરોએ પ્રિન્સિપાલના ઘરે ઘૂસીને તેમના પર છરી વડે ૨૭ ઘા ઝીંકીને તેમની અત્યંત નિર્મમ હત્યા કરી નાખી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 12:12 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK