ભારતમાં જપાનના રાજદૂત ઓનો કેઇચીએ જન્માષ્ટમીના પાવન પર્વે ઉત્તરાખંડના હૃષીકેશમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યું હતું
ભારતમાં જપાનના રાજદૂત ઓનો કેઇચીએ જન્માષ્ટમીના પાવન પર્વે ઉત્તરાખંડના હૃષીકેશમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યું હતું
ભારતમાં જપાનના રાજદૂત ઓનો કેઇચીએ જન્માષ્ટમીના પાવન પર્વે ઉત્તરાખંડના હૃષીકેશમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને પોતાના આ અનુભવને ખરેખર અવિસ્મરણીય ગણાવ્યો હતો.
હૃષીકેશમાં ગંગા નદીમાં સ્નાન કરવાનો પોતાનો અનુભવ તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ફોટોગ્રાફ અને વિડિયો સાથે શૅર કર્યો હતો અને લખ્યું હતું કે ‘મેં આખરે જન્માષ્ટમીના વીક-ઍન્ડમાં હૃષીકેશમાં ગંગામાં ત્રણ વખત સંપૂર્ણ ડૂબકી લગાવી. સદીઓ જૂની શ્રદ્ધા અને પરંપરાઓ ધરાવતા લોકોથી છવાયેલા આ સ્થળે મને વિસ્મય, નમ્રતા અને કૃતજ્ઞતા સાથે એક ગહન આધ્યાત્મિક જોડાણનો અનુભવ થયો. ખરેખર એક અવિસ્મરણીય ક્ષણ.’
ADVERTISEMENT
વિડિયોમાં રાજદૂત નદીમાં પ્રવેશતા અને નદીકિનારે સાંકળ પકડીને ડૂબકી લગાવતા દેખાતા હતા. તેમણે ગંગામાંથી એક સેલ્ફી લેતો અને દીવા સાથેનો પોતાનો ફોટો પણ શૅર કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિ સાથે લગાવ
ભારતીય સંસ્કૃતિ સાથે લગાવ ધરાવતા આ રાજદૂતે અગાઉ આંધ્ર પ્રદેશ ભવનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે આંધ્ર-શૈલીની થાળીનો આનંદ માણ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં જપાની રાજદૂતે દિલ્હીમાં હાથે બિરયાની ખાવાનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. જપાની વાનગી સુશી ખાવા સાથેના અનુભવની સરખામણી કરતાં તેમણે કહ્યું હતું કે સુશીની જેમ હાથે ખાવાથી ભારતીય વાનગીનો સ્વાદ વધુ સારો
લાગે છે.
અગાઉ તેમણે બિહારના પ્રતિષ્ઠિત લિટ્ટી ચોખાનો આનંદ માણતો પોતાનો એક ફોટો શૅર કર્યા પછી ભારતીયોને ખુશ કર્યા હતા. પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીને વિશ્વ-પ્રસિદ્ધ ગણાવતાં તેમણે ભોજપુરીમાં લખ્યું હતું ‘ગજબ સ્વાદ બા’.
