Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગણતંત્ર દિવસની પરેડમાં CRPFની ટુકડીનું નેતૃત્વ કરશે જમ્મુ અને કાશ્મીરની આ ૨૬ વર્ષની યુવતી

ગણતંત્ર દિવસની પરેડમાં CRPFની ટુકડીનું નેતૃત્વ કરશે જમ્મુ અને કાશ્મીરની આ ૨૬ વર્ષની યુવતી

Published : 22 January, 2026 09:14 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪૦ પુરુષ-સૈનિકોનું નેતૃત્વ કરનારી પહેલી મહિલા-અધિકારી બનશે સિમરન બાલા

સિમરન બાલા

સિમરન બાલા


૨૬ જાન્યુઆરીની પરેડ વખતે ૨૬ વર્ષની અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંપૂર્ણ પુરુષ-ટુકડીનું નેતૃત્વ કરશે. આવું કરનારી તે પહેલી મહિલા-અધિકારી હશે. માર્ચ દરમ્યાન સિમરન ૧૪૦થી વધુ પુરુષ-સૈનિકોનું નેતૃત્વ કરશે. દેશના સૌથી મોટા અર્ધલશ્કરી દળ અને સમગ્ર ભારતમાં ગણવેશમાં મહિલાઓ માટે આ એક દુર્લભ અને શક્તિશાળી સિદ્ધિ છે.

ભારત ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે કર્તવ્યપથ પર પરેડમાં આ ક્ષણ એક ઇતિહાસ રચશે. સિમરન બાલા CRPFની સંપૂર્ણ પુરુષ-ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ 
મહિલા-અધિકારી બનશે. સિમરન બાલા જમ્મુ અને કાશ્મીરના રાજૌરીની રહેવાસી છે. તે રાજૌરી જિલ્લાની CRPFમાં જોડાનારી પ્રથમ મહિલા છે. સિમરન બાલાએ ૨૦૨૩માં અસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી-પરીક્ષા પાસ કરી હતી. તેણે સમગ્ર ભારતમાં ૮૨મો ક્રમ મેળવ્યો હતો. આ સિમરનનો પહેલો પ્રયાસ હતો. તેણે નૌશેરાની નૅશનલ પબ્લિક સ્કૂલમાંથી દસમું ધોરણ અને જમ્મુમાં અગિયારમું અને બારમું ધોરણ પૂરું કર્યું હતું. ત્યાર બાદ તેણે જમ્મુમાં જ આવેલી ગવર્નમેન્ટ કૉલેજ ફૉર વુમન, ગાંધીનગરમાંથી પૉલિટિકલ સાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2026 09:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK