સુવેન્દુ અધિકારીએ બે દિવસમાં તૃણમૂલ કૉન્ગ્રેસના ૫૦૦૦ કાર્યકરોનો જીવ બચાવ્યો
રિજુ દત્તા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તાપલટો થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા ભૂતપૂર્વ પ્રવક્તા રિજુ દત્તાએ દાવો કર્યો છે કે મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ પદ સંભાળ્યાના શરૂઆતના બે જ દિવસમાં TMCના હજારો કાર્યકરોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.
એક ખાનગી ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં રિજુ દત્તાએ જણાવ્યું હતું કે ‘૬ મેએ સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટની હત્યા થઈ હતી. જો એ સમયે સુવેન્દુએ માત્ર એટલું જ કહ્યું હોત કે બંગાળમાં આનો બદલો લેવામાં આવશે તો બે દિવસમાં TMCના ઓછામાં ઓછા ૫૦૦૦ કાર્યકરો માર્યા ગયા હોત, પરંતુ તેમણે સંયમ જાળવ્યો અને હિંસા રોકી.’
ADVERTISEMENT
રિજુ દત્તાએ વધુમાં ઉમેર્યું હતું કે બંગાળમાં જે રીતે રાજકીય પવન બદલાયો છે એ જોતાં સુવેન્દુ અધિકારીએ લોહીની નદીઓ વહેતી અટકાવીને માનવતા દાખવી છે.
નોંધનીય છે કે રિજુ દત્તા લાંબા સમયથી TMCના આક્રમક ચહેરા તરીકે જાણીતા હતા, પરંતુ તાજેતરમાં તેમને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા છે.
