Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશના તમામ જિલ્લાઓમાં એક ગર્લ્સ હૉસ્ટેલ બનાવવામાં આવશે

દેશના તમામ જિલ્લાઓમાં એક ગર્લ્સ હૉસ્ટેલ બનાવવામાં આવશે

Published : 02 February, 2026 09:02 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગામડાંઓમાં અથવા નાના વિસ્તારોમાં રહેતી છોકરીઓને શહેરોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એ માટે આ જાહેરાત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંસદમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કન્યા-શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લામાં કન્યા-છાત્રાલયોના નિર્માણની જાહેરાત કરી છે જે દૂરના વિસ્તારોની વિદ્યાર્થિનીઓ માટે સલામત રહેઠાણ પૂરું પાડે છે. આનાથી ઉચ્ચ શિક્ષણમાં, ખાસ કરીને સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથ્સ (STEM) અભ્યાસક્રમોમાં છોકરીઓની ભાગીદારી વધવાની અપેક્ષા છે. ગામડાંઓમાં અથવા નાના વિસ્તારોમાં રહેતી છોકરીઓને શહેરોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એ માટે આ જાહેરાત કરવામાં આવી છે.

આ વાયબિલિટી ગૅપ ફન્ડિંગ (VGF) અથવા મૂડીસહાયથી બનાવવામાં આવશે જેથી છોકરીઓને તેમના લાંબા અભ્યાસ અને પ્રયોગશાળાના કલાકો દરમ્યાન રહેવા માટે સલામત સ્થળ પૂરું પાડી શકાય. એક વાર અમલમાં મુકાયા પછી આ યોજના ગ્રામીણ વિસ્તારો અથવા નાનાં શહેરોમાં રહેતાં માતા-પિતા માટે તેમની દીકરીઓને શિક્ષણ માટે વિદેશ મોકલવાનું સરળ બનાવશે.
નિર્મલા સીતારમણે દેશમાં નવી યુનિવર્સિટીઓ સ્થાપવાની અને ફાર્માસ્યુટિકલ સંસ્થાઓને પણ મોટું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 09:02 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK