Uttar Pradesh Crime: તારા શરીરમાં જે ભૂત છે તે બહાર નહીં નીકળે એવું કહીને આ મહિલા સાથે વિચિત્ર વર્તન કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
Uttar Pradesh Crime: અંધશ્રદ્ધાને નામે માણસ કેટલી હદ સુધી ક્રૂરતા કરે છે તે આ કેસ પરથી જણાય છે. ઉત્તરપ્રદેશના આઝમગડમાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. અહીં ભૂત ઉતારવાના નામે એક મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગળું દબાવવાનો પ્રયાસ કરાયો અને વાળ ખેંચીને ઢસડવામાં આવી અને તેને ટોઇલેટનું ગંદુ પાણી પીવા દબાણ કરવામાં આવ્યું. આવું નહીં કરીએ તો તારા શરીરમાં જે ભૂત છે તે બહાર નહીં નીકળે એવું કહીને આ મહિલા સાથે વિચિત્ર વર્તન કરવામાં આવ્યું હતું.
પીડિતાને સંતાન થતું ન હતું
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે આ ઘટના (Uttar Pradesh Crime)પહલવાનપૂર નામના ગામમાં બની છે. બલિરામ યાદવની ૩૫ વર્ષની દીકરી અનુરાધાના લગ્ન ૧૮ વર્ષ પહેલાં તહબરપુરના નૈપુરા ગામમાં રહેતા રણજીત યાદવ સાથે થયા હતા. લગ્નના આટલા વર્ષો વિત્યા બાદ પણ તેને ગર્ભ રહ્યો નહોતો. કોઈ સંતાન નહોતું. તેનો પતિ થોડા પહેલા તેને સારવાર અર્થે પિયરીયામાં મૂકીને હરિયાણા જતો રહ્યો હતો.
પિયરીયે આવેલી દીકરીને તાંત્રિક પાસે લઈ ગઈ મમ્મી
પિયરીયે આવેલી દીકરીને સંતાન ન હોવાથી તંત્રમંત્રને આધારે ઉપચાર કરાવવાનું તેની માતાએ નક્કી કર્યું. આ હેતુસર અનુરાધાની માતા તેને ગામમાં એક તાંત્રિક પાસે લઈ ગઈ હતી. તાંત્રિકે કહ્યું કે આ દીકરીમાં ભૂતની છાયા હોવાથી તેને ઉતારવી પડે એમ છે. ભૂત નિકાળવાની વિધિના એક લાખ રૂપિયા થશે એવું તાંત્રિકે જણાવ્યું હતું. જોકે, પરિવારના જણાવ્યા અનુસાર તાંત્રિકને 22 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. રવિવારે તાંત્રિકે વિધિ માટે દીકરીને બોલાવી (Uttar Pradesh Crime) હતી. અનુરાધા સાંજે તેની માતા સાથે તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકની સાથે ત્યાં અન્ય ચારથી પાંચ બીજાા લોકો પણ હતા. આ બધા મળીને જાણે અનુરાધાના શરીરમાંથી ભૂત ભગાડતા હોય એમ વિધિ કરવા લાગ્યા હતા.
તેના વાળ ખેંચવામાં આવ્યા. તેને ઢસડવામાં આવી અને તાંત્રિકે અનુરાધાને શૌચાલય અને નાળામાંથી ગંદુ પાણી પણ પીવડાવ્યું હતું. પછી ઘણીવાર સુધી તેનું ગળું દબાવી રાખ્યું હતું. આમ કરવાથી અનુરાધાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. બાદમાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
આ સમગ્ર મામલે (Uttar Pradesh Crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક ડૉ. ધર્મવીર સિંહ, સીઓ સિટી કુલદીપ ગુપ્તા અને ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં જે ગામમાં આ ગોઝારી ઘટના બની છે ત્યાં પોલીસદળ તૈનાત કરવામાં આવેલ છે. પોલીસે ડેડબૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

