પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશુચિકિત્સા અધિકારી ડૉ. બિજય અમૃત રાજે માહિતી આપતા કહ્યું હતું કે 10-દિવસના નિરીક્ષણ સમયગાળા દરમિયાન, જો કૂતરાઓ પહેલાથી જ નસબંદી નહીં થઈ હશે તો તેની નસબંદી પણ કરવામાં આવશે સાથે તેને માઇક્રોચિપ ઓળખ પ્રાપ્ત થશે.
પ્રતિકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશે એક નવી નીતિ રજૂ કરી છે જેમાં જો કોઈ રખડતો કૂતરો વારંવાર અને કોઈપણ કારણ વગર લોકોને કરડશે તો તેને આજીવન શૅલ્ટર હોમમાં કેદ કરવામાં આવશે. હિંસક બની ગયેલા રખડતાં કૂતરાઓના સંચાલન અંગે યુપી આ પ્રકારનો આ પહેલો નિર્દેશ જાહેર કરનાર પહેલું જ રાજ્ય બન્યું છે.
નવા નિયમો હેઠળ, કોઈપણ કૂતરો જે કોઈ વ્યક્તિને કરડે છે તેને પકડીને 10 દિવસના દેખરેખ માટે ઍનિમલ બર્થ કંટ્રોલ (ABC) સુવિધામાં લઈ જવામાં આવશે. જો તે જ પ્રાણી ફરીથી કોઈ પર પણ ઉશ્કેરણી વિના હુમલો કરે છે, તો તેને કેન્દ્રમાં આજીવન કેદની સજાનો સામનો કરવો પડશે. અને જો તેને આ સજાથી બચવું હોય તો એકમાત્ર રસ્તો છે. તેમાં જો કોઈ વ્યક્તિ આ શ્વાનને દત્તક લેશે તો લેશે તો જ તે સંભવ છે. જેથી દત્તક લેનાર શ્વાનના નવા માલિકે લેખિતમાં ગેરંટી આપવાની રહેશે કે કૂતરાને ક્યારેય શેરીઓમાં પાછા ફરવા દેવામાં આવશે નહીં અને તે કોઈને કરડશે નહીં.
ADVERTISEMENT
મુખ્ય સચિવ અમૃત અભિજાત દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ અધિકારીઓને માર્ગદર્શિકા વિતરિત કરવામાં આવી હતી. તેઓએ આદેશ આપ્યો હતો કે કૂતરાના કરડવા પછી કોઈને હડકવા વિરોધી સારવાર મળે છે તે દરેક ઘટનાની તપાસ શરૂ કરવી જોઈએ, જેનાથી જવાબદાર પ્રાણીને પકડીને નજીકના ABC કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશુચિકિત્સા અધિકારી ડૉ. બિજય અમૃત રાજે માહિતી આપતા કહ્યું હતું કે 10-દિવસના નિરીક્ષણ સમયગાળા દરમિયાન, જો કૂતરાઓ પહેલાથી જ નસબંદી નહીં થઈ હશે તો તેની નસબંદી પણ કરવામાં આવશે સાથે તેને માઇક્રોચિપ ઓળખ પ્રાપ્ત થશે અને તેના વર્તનનું નજીકથી નિરીક્ષણ પણ કરવામાં આવશે. આ માઇક્રોચિપ્સમાં વ્યાપક પ્રાણીઓનો ડેટા હશે અને જરૂર પડ્યે ટ્રૅકિંગ સક્ષમ બનાવશે, તેવી આશા છે.
ત્રણ નિષ્ણાતોની પૅનલ નક્કી કરશે કે દરેક હુમલો વાજબી હતો કે ઉશ્કેરણી વિના જ થયો આતો હતો. આ પૅનલમાં એક પશુચિકિત્સા વ્યાવસાયિક, એક અનુભવી પ્રાણી સંભાળનાર અને એક મ્યુનિસિપલ અધિકારીનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ કૂતરાને માર્યા પછી અથવા કે તેના પર પથ્થર ફેંક્યા પછી પોતાનું રક્ષણ કરવા માટે તેના પર હુમલો કર્યો છે તો તે એક ઉશ્કેરણી વિનાનો હુમલો ગણાશે નહીં.

