જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરના તમામ જિલ્લાઓ અને જમ્મુના ચોક્કસ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) સર્વિસ વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરના તમામ જિલ્લાઓ અને જમ્મુના ચોક્કસ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) સર્વિસ વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. થોડા દિવસ પહેલાં જ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને એ પછી સતત કેટલાક સ્થાનિક કાશ્મીરીઓ VPN વાપરવાની કોશિશ કરી રહ્યા છે. પોલીસે આવા ૭૦૦થી વધુ શંકાસ્પદ લોકોની યાદી બનાવી છે જેઓ VPN પર પ્રતિબંધ લગાવ્યા પછી પણ એનો વપરાશ કરે છે. હવે એ તપાસ થઈ રહી છે કે પાકિસ્તાન, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને ટર્કી સહિત કયા દેશોમાં વાત કરવા માટે VPN કનેક્ટ કરવામાં આવ્યું છે.
૨૬ જાન્યુઆરી નજીક છે ત્યારે આતંકવાદી નેટવર્ક સતર્ક થયું હોવાની સંભાવના છે. આતંકવાદી નેટવર્કને પકડી પાડવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગર, બડગામ, શોપિયાં, કુલગામ, અનંતનાગ, કુપવાડા, ગાંદરબલ, બાંદીપોરા, પુલવામા અને બારામુલા સહિત જમ્મુના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધો લાદ્યા છે જે લગભગ બે મહિના સુધી લાગુ રહેશે.


