કાશ્મીરી ગેટથી વસુદેવ ઘાટ પર બે દિવસીય ભવ્ય ઉત્સવની શરૂઆત જળયજ્ઞથી થઈ હતી
યમુનોત્સવ
દાયકાઓથી ઉપેક્ષિત અને પ્રદૂષણને કારણે વગોવાયેલી દિલ્હીની જીવનદાયિની યમુના નદી પર પહેલી વાર યમુનોત્સવ ઊજવાયો હતો. યમુના નદીને પહેલી વાર આવું ઐતિહાસિક સન્માન મળ્યું છે. કાશ્મીરી ગેટથી વસુદેવ ઘાટ પર બે દિવસીય ભવ્ય ઉત્સવની શરૂઆત જળયજ્ઞથી થઈ હતી. આખા શહેરમાંથી આવેલી ૫૦૧ મહિલાઓએ કળશયાત્રા કાઢીને યમુનામૈયાના જયઘોષ સાથે વાસુદેવ ઘાટને ભક્તિમય બનાવી દીધો હતો. યમુનોત્રીથી લવાયેલા જળથી જળયજ્ઞની શરૂઆત થઈ હતી અને એનું સંચાલન વૃંદાવનના પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.

ADVERTISEMENT
આજે યમુના કૉન્ક્લેવમાં દેશભરમાંથી પાણી પર રિસર્ચ કરનારા સંશોધકો યમુના નદીના શુદ્ધીકરણના વૈજ્ઞાનિક વિકલ્પો પર ચર્ચા કરશે. યમુનાને અસલી માતાનો દરજ્જો પાછો અપાવવા માટેનો સંકલ્પ દિલ્હીવાસીઓ લેશે.


