ગઈ કાલે પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી
ગુલમર્ગ
ગઈ કાલે પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી. કાશ્મીરના ગુલમર્ગ સહિત કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો માઇનસ ૨.૫ સુધી પહોંચી ગયો હતો. જમ્મુમાં ભારત-પાકિસ્તાન ઇન્ટરનૅશનલ બૉર્ડર પાસે ભારે ધુમ્મસ છવાયું હતું. હરિયાણા, દિલ્હી અને ઉત્તરાખંડમાં ઠંડીની સાથે ધુમ્મસને કારણે વહેલી સવારે વિઝિબિલિટી ૩૦થી ૫૦ મીટર જેટલી જ રહી હતી.
મોસમ વિભાગના કહેવા મુજબ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ૩૧ ડિસેમ્બર સુધી સવારે અને રાતે પણ ધુમ્મસ રહેશે. દિલ્હીમાં પ્રદૂષણ અને ધુમ્મસને કારણે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે.


